નવી દિલ્હી : બેંકો સાથે જોડાયેલા ત્રણ ફેરફાર પહેલી જુલાઈથી અમલી બનનાર છે. આ ત્રણેય ફેરફારથી ગ્રાહકોને મોટી રાહત થશે. એકબાજુ એનઈએફટી અને આરટીજીએસ ચાર્જ ખતમ થઇ જશે. આ ચાર્જ ખતમ થવાથી ઓનલાઈન ટ્રાન્ઝિક્શનને પ્રોત્સાહન મળશે. બીજી તરફ એસબીઆઈથી હોમ લોન લેનાર ગ્રાહકોને રેપોરેટ ઓછા હોવાથી લાભ મળશે. આ ઉપરાંત બેઝિક એકાઉન્ટ હોલ્ડર્સને પહેલા કરતા વધારે સુવિધા મળશે.
ભારતીય રિઝર્વ બેંકે આરટીજીએસ અને એનઈએફટી મારફતે પૈસા ટ્રાન્સફર કરવા પર લાગતા ચાર્જને પહેલી જુલાઈથી ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. રિયલ ટાઇમ ગ્રોથ સેટલમેન્ટ સિસ્ટમ મોદી રકમને એક ખાતાથી બીજા ખાતામાં મોકલવા માટે કરવામાં આવે છે. આ સિસ્ટમથી એક ખાતાથી બીજા ખાતામાં પૈસા તરત જ ટ્રાન્સફર કરવામાં આવે છે. આવી જ રીતે એનઇએફટી મારફતે બે લાખ રૂપિયા સુધીની રકમ તરત જ ટ્રાન્સફર કરવામાં આવે છે.
ડિજિટલ ટ્રાન્ઝિક્શનને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે તેને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક એનઇએફટી મારફતે પૈસા ટ્રાન્સફર માટે એક રૂપિયાથી લઇને પાંચ રૂપિયાનો ચાર્જ લે છે જ્યારે આરટીજીએસની રકમ ટ્રાન્સફર કરવા માટે પાંચ રૂપિયાથી ૫૦ રૂપિયા સુધીનો ચાર્જ લાગૂ થાય છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક પહેલી જુલાઈથી હોમ લોનના વ્યાજદરોને રેપોરેટ સાથે જાડી દેશે. એટલે કે હવે એસબીઆઈના હોમ લોન સંપૂર્ણપણે રેપોરેટ ઉપર આધારિત હશે. રિઝર્વ બેંકની પોલિસી સમીક્ષામાં વર્ષમાં છ વખત યોજાય છે.
દર બીજા મહિને આ બેઠકનું આયોજન કરવામાં આવે છે જેમાં રેપોરેટ પણ સામેલ છે. આવી સ્થિતિમાં જા રેપોરેટમાં કોઇ ફેરફાર કરવામાં આવશે તો તેની સીધી અસર એસબીઆઈના હોમ લોન ઉપર વ્યાજદર તરીકે થશે. જો આરબીઆઈની નીતિ સમીક્ષામાં સતત ત્રણ બેઠકમાં હાલમાં રેપોરેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આવી સ્થિતિમાં એસબીઆઈની હોમ લોન પણ વધુ સસ્તી થશે. કેટલીક વખત રેપોરેટમાં ઘટાડો કરવામાં આવે છે પરંતુ બેંકો દ્વારા ગ્રાહકોને લાભ આપવામાં આવતા નથી. બેંકોમાં બેઝિક એકાઉન્ટ રાખનાર ગ્રાહકોને પણ ચેકબુક અને અન્ય સુવિધા મળી શકશે. બેંક આ સુવિધા માટે ખાતા ધારકોને કોઇ નવી લઘુત્તમ રકમ રાખવા માટે કહી શકે નહીં