નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડ રૂપિયાના કોંભાડના આરોપી નીરવ મોદીને હવે વધુ એક મોટો ફટકો પડી ગયો છે. નીરવ મોદી અને તેમની બહેનના ચાર ખાતા સ્વીત્ઝર્લેન્ડમાં સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં અબજો રૂપિયા જમા હોવાના હેવાલ મળ્યા છે. સ્વીસ ઓથોરિટી દ્વારા ખાતાને ફ્રીઝ કરવામા આવ્યા છે. તેમાં આશરે ૨૮૩.૧૬ કરોડની રકમ હોવાના હેવાલ મળ્યા છે. ઇડી દ્વારા કરવામાં આવેલી અપીલના આધાર પર સ્વીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબ નેશનલ બેંકને ૧૪ હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવનાર હિરા કારોબારી મેહુલ ચોકસીને ભારત લાવવા માટે પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા છે.
મુંબઈ હાઈકોર્ટે ગયા સોમવારે આ સંદર્ભમાં મોટો નિર્ણય કર્યો હતો. ચોકસીના આરોગ્યના સંદર્ભમાં કોર્ટને માહિતી આપવા માટે નિષ્ણાંતોની એક ટીમની રચના કરવામાં આવી ચુકી છે. આ ટીમના રિપોર્ટને જોઈને કોર્ટ નક્કી કરશે ચોકસી આરોગ્યની દ્રષ્ટિએ વિમાની યાત્રા કરવામાં સંક્ષમ છે કે કેમ. કોર્ટે ચોકસીના વકીલોને આ સુધી હીરા કારોબારીના મેડિકલ રિપોર્ટને રજુ કરવા આદેશ કર્યો હતો. હવે મુંબઈ હાઈકોર્ટે આ મામલાની સુનાવણી ૧૦મી જુલાઈના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.
નિષ્ણાંતોની ટીમ ૯મી જુલાઈના દિવસે રિપોર્ટ સુપ્રત કરશે. ફરાર કારોબારી આરોગ્યને રજુ કરીને મામલાની તપાસમાં ભાગ લેવા ઇન્કાર કર્યો હતો.પ્રત્યાર્પણના સતત દબાણનો સામનો કરી રહેલા એન્ટીગુઆના વડાપ્રધાને હવે ચોકસીની નાગરિકતાને રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે કહ્યુ છે કે તે અપરાધીને કોઇ રીતે સંરક્ષણ આપી શકે નહીં. મેહુલની નાગરિકતા રદ કરવામા ંઆવ્યા બાદ તેને હવે ભારત પરત ફરવુ પડશે.