કૃત્રિમ ભ્રુણ બનાવવાની દિશામાં આગળ વધી રહેલા વૈજ્ઞાનિકોને હવે આ દિશામાં મોટી સફળતા હાંસલ થઇ છે. થ્રીડી ટેકનિક અને શરીરના માસ્ટર સ્ટેમ સેલનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ હવે ઉંદરના કૃત્રિમ ભ્રુણને લેબમાં તૈયાર કરવામાં સફળતા હાંસલ કરી લીધી છે. આ સિદ્ધીને હાંસલ કરી લીધા બાદ વૈજ્ઞાનિકો માટે આ બાબત દર્શાવવી સરળ રહેશે કે આખરે માનવીની ત્રણ પૈકીની બે પ્રેગનન્સી ફેઇલ કેમ થઇ જાય છે. એક વખતે જ્યારે કોઇ સ્તનધારીના ઇંડા સ્પર્મથી ફર્ટિલાઇજર થઇ જાય છે ત્યારે તે કેટલીક વખત વિભાજિત થઇને ખુબ નાના ફ્રી ફ્લોટિંગ સ્ટેમ સેલમાં ફેરવાઇ જાય છે.
એ ખાસ સ્ટેમ સેલ જેના કારણે ભવિષ્યના શરીર તૈયાર થાય છે તેની સાથે સાથે એમ્બ્રિઓનિક સ્ટેમ સેલ એટલે કે ભ્રુણના સ્ટેમ સેલ ક્લસ્ટર ભ્રુણની અંદર એક સાથે આવી જાય છે.વિકાસના આ તબક્કાને બ્લાસ્ટોસિસ્ટ કહેવામાં આવે છે. બ્લાસ્ટોસિસ્ટમમાં રહેલા બીજા પ્રકારના સ્ટેમ સેલને એકસ્ટ્રા એમ્બ્રિીઓનિક ટ્રોફોબ્લાસ્ટ સ્ટેમ સેલ કહેવામાં આવે છે. જેના કારણે પ્લેસેન્ટા એટલે કે ગર્ભનાળ તૈયાર થાય છે અને મૌલિક ઇન્ડોડર્મ સ્ટેમ સેલ જે યોક સેકનુ નિર્માણ કરે છે.
આના કારણે આ બાબતની ખાતરી કરવામાં આવે છે કે ફિટસ એટલે કે ગર્ભસ્થ શિશુના તમામ ઓર્ગન સારી રીતે વિકસિત થશે. સાથે સાથે તેમને જરૂરી પોષક તત્વો મળતા રહેશે. એમ્બ્રિઓનિક સ્ટેમ સેલનો ઉપયોગ કરીને ભ્રુણ જેવી સંરચના વિકસિત કરવા માટેના પ્રયાસો પહેલા પણ કરવામાં આવી ચુક્યા છે પરંતુ તેમાં મર્યાિદત સફળતા મળી હતી. આગામી દિવસોમાં આ દિશામાં વધુ નક્કર સફળતા મળી શકે છે. એક નવી આશા ચોક્કસપણે જાગી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના શોધ કરનાર ટીમે આનુવાંશિક રીતે સંશોધન કરવામાં આવેલ ઉંદરો પર પ્રયોગને સફળ ગણાવી રહ્યા છે.