શારદા ચીટ ફંડને લઇને વર્ષોથી તપાસ ચાલી રહી છે અને હજુ પણ તપાસ જારી છે. આ મામલે હજુ પણ એવી વિગત સપાટી પર આવી નથી જેની અપેક્ષા રાખવામાં આવે છે. દેશના સૌથી મોટા કોંભાડો પૈકી એક તરીકે આને ગણવામાં આવે છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે આવી ગયા બાદ આ મામલે તપાસ વધારે તીવ્ર રીતે આગળ વધી શકે છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી અમિત શાહને સોંપી દેવામાં આવ્યા બાદ તપાસ રોકેટ ગતિથી આગળ વધવાના સંકેત છે. આ મામલે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર અને બંગાળ સરકાર આમને સામને રહી છે. આ કેસ રાજકીય ભૂકંપ સર્જી શકે છે.
રાજકીય ગરમી વધતા હવે ચિટ ફંડ સાથે દેશના તમામ વિરોધ પક્ષો ઉભા છે જે કમનસીબ બાબત દેખાઇ રહી છે. પ્રશ્ન એ છે કે આજે સમગ્ર વિપક્ષ શારદા ચિટ ફંડ કોંભાડના આરોપીને બચાવી લેવાના પ્રયાસ કરી રહેલા મુખ્યપ્રધાનની સાથે વિપક્ષ કેમ છે. સમગ્ર વિપક્ષ શારદા ચિટ કોંભાંડના આરોપી એવી શારદા ચિટ ફંડ કંપનીની સાથે દેખાઇ રહ્યુ છે. બંગાળના લોકોની સાથે ઠગાઇ કરનાર અને પ્રથમ દ્રષ્ટિએ આરોપી રહેલા લોકોની સાથે બંગાળ સરકાર ઉભી છે. તેમની સાથે વિરોધ પક્ષના નેતાઓ પણ ઉભા છે જે શરમજનક બાબત છે. બંગાળના ૨૦ લાખ સામાન્ય લોકો સાથે ૨૦ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી કંપની સાથે કમીશનર રાજીવ કુમાર પોતે કેમ ઉભા દેખાયા છે તે પણ પ્રશ્ન છે. કેટલાક લોકો કહે છે કે તેમને પણ કેટલાક લાભ મળ્યા હતા. જેના કારણે બચાવમાં ઉતરેલા છે. રાજીવ કુમાર તો તેમને કેટલાક લાભ મળ્યા હોવાના આક્ષેપ વચ્ચે ઉભા છે પરંતુ વિરોધ પક્ષો શારદા ચિટ ફંડની સાથે કેમ છે તે પ્રશ્ન તમામને થાય તે સ્વાભાવિક છે.
બંગાળમાં મમતા બેનર્જીની શરણમાં પળી રહેલી કંપનીએ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં જાહેર રીતે મમતા બેનર્જીની કેટલીક જવાબદારી સંભાળી હતી. સાથે સાથે જંગી રકમની ચુકવણી કરવામાં આવી હતી. ગરીબ જનતા શિકાર થયા બાદ કોંભાડમાં તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમની જવાબદારી હાલના રાજીવ કુમારને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન આ સંવેદનશીલ મામલાના દસ્તાવેજા જ ગુમ થઇ ગયા હતા. આખરે ભારે હોબાળો થયા બાદ આ મામલે તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઇએ જુદા જુદા એંગલથી તપાસ હાથ ધરી છે. રાજીવ કુમારને તપાસમાં સહકાર કરવા માટે અનેક વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ સહકાર કરવા માટે આગળ આવ્યા ન હતા. આખરે સીબીઆઇની ટીમ કોલકત્તામાં પહોંચી ત્યારે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ હતુ. સીબીઆઇના અધિકારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોતે ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા માટે ધરણા પર ઉતરી આવ્યા હતા. સાથે સાથે સીબીઆઇના વર્તનની ટિકા કરી હતી. આખરે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા બાદ મમતા બેનર્જીને ફટકો પડ્યો હતો. તપાસમાં સહકાર કરવા માટે રાજીવ કુમારને આદેશ કરવામાં આવ્યો હતો.
જેના ભાગરૂપે તેમની શિલોંગમાં પુછપરછ કરવામાં આવી ચુકી છે. કેટલીક મોટી બાબતોનો ખુલાસો થઇ શકે છે. મામલામાં ખેંચતાણ વચ્ચે તમામ મોદી વિરોધ પર ઉતરી આવ્યા હતા. શારદા મામલે વિરોધ પક્ષો સાથે કેમ છે તે મોટો પ્રશ્ન છે. વિરોધ પક્ષોને આ મામલામાં તપાસ થાય તેમાં વાંધો શુ છે. મમતા બેનર્જીની સાથે કેમ છે. હાલમાં વિરોધ પક્ષો ભ્રષ્ટાચારના મામલે એકબીજાને સાથ આપી રહ્યા હોય તેમ લાગે છે. મમતા બેનર્જીને શારદા ચિટ ફંડ મામલે ધરણા બદલ કોંગ્રેસનુ સમર્થન મળ્યા બાદ મમતા બેનર્જીએ પણ તરત જ મની લોન્ડરિંગના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા રોબર્ટ વાઢેરાના મામલે કોંગ્રેસનો સાથ આપવાની વાત કરી. મમતાએ કહ્યુ હતુ કે તેઓ ઇડી દ્વારા વાઢેરાની પુછપરછનો વિરોધ કરે છે. મમતા બેનર્જી દ્વારા હાલમાં દેશમાં એક ખતરનાક Âસ્થતી ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માયાવતી, તેજસ્વી યાદવ, ચન્દ્રાબાબુ નાયડુ સહિતના મોટા ક્ષેત્રીય પક્ષોના નેતા મમતાની સાથે ઉભા છે જે અનેક પ્રશ્નો ઉઠાવે છે. કોઇ સમય ભ્રષ્ટાચાર સામે જારદાર જંગ છેડીને નવી આશા જગાવનાર અરવિન્દ કેજરીવાલ પોતે આજે ભ્રષ્ટાચારીને સાથ આપનાર લોકોની સાથે ઉભા છે જે આશ્ચર્ય સર્જે છે. લોકસભાની ચૂંટણીના પરિણામમાં પ્રચંડ બહુમતિ સાથે સરકાર આવ્યા બાદ મોદી સરકાર હવે રાજીવ પર તવાઇ લાવી શકે છે.