લખનૌ : આખરે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી દેવાની જાહેરાત બસપના નેતા માયાવતીએ આજે કરી દીધી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે બંને પાર્ટી અલગ થઇ જશે. આ અચકળો આજે યોગ્ય સાબિત થઇ હતી. હવે સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠછબંધનનો અંત આવી ગયો છે. માયાવતીએ આજે જાહેરાત કરી હતી કે સમાજવાદી પાર્ટીના વર્તનને જાઇને લાગી રહ્યુ હતુ કે બંને સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને ભવિષ્યમાં હરાવી શકશે નહીં.હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો હતો.
બંને પાર્ટી વચ્ચે હાલમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર જારી રહ્યો હતો. હવે બંને પાર્ટી અલગ થઇ ગઇ છે. પહેલાથી જ આ અટકળો ચાલી રહી હતી.ભારે આશા સાથે ગઠબંધનની રચના કરવામાં આવી હતી. માયાવતીએ આજે સમાજવાદી પાર્ટી અને મુલાયમસિંહ યાદવ પર આકરા પ્રહાર કર્યા હતા. માયાવતીએ કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવાની બાબત એક મોટી ભુલ હતી. જે પરિણામ ઈચ્છી રહ્યા હતા. એ પરિણામ આવી શક્યા નથી. સમાજવાદી પાર્ટીની નબળાઈના પરિણામસ્વરૂપે સફળતા હાથ લાગી નથી. ચૂંટણી પરિણામ બાદ અખિલશે તેમને ફોન કરીને કોઈ વાત પણ કરી નથી. માયાવતીએ આક્ષેપ કરતા એમ પણ કહ્યું હતું કે, મુલાયમે તેમને તાજ કોરિડોર મામલામાં ફસાવી દીધી હતી. માયાવતીએ રવિવારના દિવસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંદનને લઈને પાર્ટીના ધારાસભ્યો, સાંસદો અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી.
માયાવતીએ કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી સાથે ગઠબંદન અંગેનો નિર્ણય ખુબ ઉતાવળમાં કરવામાં આવ્યો ન હતો. વ્યાપક વિચાર કરીને નિર્ણય લેવાયો હતો. પરંતુ પરિણામ જે ઈચ્છા હતા તે મળ્યા નથી. માયાવતીએ કહ્યું હતું કે, અખિલેશ યાદવ ગઠબંધનને લઈને બિલકુલ અનુભવ ધરાવતા નથી. ચૂંટણી બાદ ઘણા દિવસ સુધી તેઓ રાહ જાતા રહેતા હતા પરંતુ અખિલેશ આવ્યા ન હતા. આવી Âસ્થતિમાં અખિલેશની પાર્ટી સાથે ગઠબંધન જારી રાખવાની બાબત યોગ્ય દેખાતી નથી. અખિલેશ તેમના પÂત્ન ડિમ્પલને પણ જીતાડી શક્યા નથી. માયાવતીએ આક્ષેપ કરતા કહ્યું હતું, તાજ કોરિડોર કેસમાં તેમને ફસાવવામાં ભાજપ જ નહીં બલકે મુલાયમ સિંહ યાદવની પણ ભૂમિકા હતા. અખિલેશ યાદવ ઉપર માયાવતીએ આકરા પ્રહાર કર્યા હતા. માયાવતીએ એમ પણ કહ્યુ હતું કે, અમે સમાજવાદી પાર્ટીથી અલગ થઈને હવે પેટાચૂંટણી લડવાનો નિર્ણય કરી ચુક્યા છે. બસપની તાકત શુ છે તે પેટાચૂંટણીના પરિણામ સાબિત કરશે. સમાજવાદી પાર્ટીની સરકારવેળા બિન યાદવ પછાત જાતિના લોકો સાથે ખુબ અન્યાય થયો હતો. અખિલેશે પ્રમોશનમાં અનામતનો વિરોધ કર્યો હતો. જાકે દલિતો નારાજ હતા.