વાત જ્યારે ફિટનેસની આવે અને ફિટનેસને લઇને શિલ્પા શેટ્ટીનુ નામ પણ ન આવે તે બાબત શક્ય નથી. શિલ્પા શેટ્ટીને ફિટનેસના મામલે સૌથી વધારે ગંભીર અને શિસ્તમાં ગણવામા ંઆવે છે. વયની સાથે સાથે તે વધુને વધુ ખુબસુરત અને જવાન બની રહી છે. વયની સાથે ફિટનેસને જાળવી રાખવામાં કઇ રીતે સફળ થાય છે અને તેમની ખુબસુરતીના રાજ શુ છે તે અંગે પુછવામાં આવતા શિલ્પા શેટ્ટી કહે છે કે ફિટનેસ માટે નિયમિત યોગ કરવાની જરૂર હોય છે. કોઇ પણ ચિંતા કર્યા વગર રચનાત્મક વિચારધારા રાખવામાં આવે તે જરૂરી છે. નિયમિત યોગથી વયની અસર પણ ઓછી થાય છે.
સાથે સાથે હમેંશા જવાન દેખાવવામાં મદદ મળે છે. ફિટનેસને લઇને તે હમેંશા ગંભીર રહે છે. તેનુ કહેવુ છે કે યોગથી હમેંશા ચુસ્ત રહી શકાય છે. સાથે સાથે એનર્જી રહે છે. તરોતાજા દેખાવવા માટે સ્ટ્રેસ બર્સ્ટ ખતમ કરવામાં આવે તે જરૂરી છે. આ બાબત માત્ર યોગ મારફતે શક્ય છે. તેનુ કહેવુ છે કે યોગના કારણે તેની લાઇફમાં અને જીવનશેલીમાં જારદાર ફેરફાર થયા છે. તેનુ કહેવુ છે કે સવારમાં ઉઠીને સિઝનના ફળ ખાતી હોય છે. સાંજે ૪-૩૦ વાગે બાદ કોઇ ફળ ખાતી નથી. સાંજે ૭-૩૦ પહેલા ડિનર કરી નાંખે છે.
પસંદગીના યોગ ક્યા છે તે અંગે પુછવામાં આવતા શિલ્પા શેટ્ટી કહે છે કે સુર્યનમસ્કાર તેના પસંદગીના યોગ તરીકે છે. તેનુ કહેવુ છે કે સુર્ય નમસ્કાર સૌથી પ્રભાવશાળી યોગ છે તે કરી લેવામાં આવે તો પણ શરીર સહિત તમામ શરીર તરોતાજા થઇ જાય છે. શિલ્પા શેટ્ટી બોલિવુડની સાથે સાથે તમામ સેલિબ્રિટીમાં સૌથી વધારે ફિટ અને Âસ્લમ છે. આજે નવી અભિનેત્રી પણ તેની સાથે ફિટનેસને લઇને ટકી શકતી નથી.