સાઇબર સિક્યુરિટી પર અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં દુનિયા હૈકર્સનો તોડ શોધી કાઢવામાં સફળ રહી નથી. આ એવી સરકારો માટે ચેતવણી સમાન છે જે ગંભીર નથી અને આનો ઉકેલ શોધી કાઢવા માટે પ્રયાસ પણ કરી રહી નથી. હૈકર્સ પર અંકુશ મુકવા માટે અમેરિકા અને ભારત સહિતના દેશોમાં વિવિધ પગલા સતત લેવામાં આવી રહ્યા છે છતાં હાલત કફોડી બનેલી છે. સમગ્ર દુનિયાના દેશો વર્ષ ૨૦૧૮માં સાઇબર સિક્યુરિટી પર ૭.૮૬ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી ચુકી છે. આનાથી પણ મોટી બાબત એ છે કે વર્ષ ૨૦૧૯માં સાઇબર સુરક્ષા ખર્ચનો આંકડો ૮.૫૫ લાખ કરોડ સુધી પહોંચી જવાનો અંદાજ છે.
અન્ય આંકડા દર્શાવે છે કે દરેક ૩૯ સેકન્ડમાં હૈકર્સ એક વેબસાઇટને હૈક કરી નાંખે છે. મેરીલેન્ડ યુનિવર્સિટીના આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. ભારતની વાત કરવામાં આવે તો ગયા વર્ષમાં ભારતમાં સાઇબર સુરક્ષા પર ૧.૧૭ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ વધીને ૧.૩૧ લાખ કરોડ સુધી પહોંચી જવાનો અંદાજ છે. સાઇબર સુરક્ષામાં ખર્ચમાં ૧૨.૫ ટકા સુધીનો વધારો થઇ શકે છે. કેટલાક મામલામાં તો હૈકર્સ એટલી સંવેદનશીલ ચીજા હૈક કરી રહ્યા છે કે સંબંધિતોને હૈકર્સની માંગ પર પૈસા ચુકવી દેવાની ફરજ પડી રહી છે. સાઇબર સુરક્ષા ફર્મ રેક્સ સ્થાપક જેક વિલિયમ્સ કહે છે કે સાઇબર હુમલાનો સામનો કરવા માટે તૈયારીની જરૂર રહેલી છે. જો કે હૈકર્સ ખુબ ચાલાક અને હોશિયાર હોય છે.
આ પ્રકારના હૈકર્સથી શહેરોને પોતાને સુરક્ષિત રાખવાની બાબત સરળ નથી. સુરક્ષાને અભેદ્ય રાખવાની બાબત સરળ નથી. હાલમાં નવો મામલો સપાટી પર આવી ગયો છે જેના કારણે દુનિયા હલી ગઇ છે. નવો મામલો અમેરિકાના ફ્લોરિડાનો છે. એક નગરપાલિકા કર્મીના ખોટા મેલ ખોલવાની કિંમત ફ્લોરિડા સરકારને ચુકવવાની ફરજ પડી છે. જે હૈકર્સને છ લાખ ડોલર અથવા તો આશરે ચાર કરોડ ૧૭ લાખ રૂપિયા આપવાની ફરજ પડી છે. જા કે સ્થાનિક સરકારે ખંડણીની રકમને મંજુર કરતા પહેલા નવા કોમ્પ્યુટર હાર્ડવેયર અને અન્ય સિસ્ટમને અપગ્રેડ કરવા માટે આશરે સાત કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંબંધમાં શહેરના પ્રવકતા એની બ્રાઉને કહ્યુ છે કે કોઇ ગેરંટી નથી કે ખંડણીની રકમ ચુકવી દેવામાં આવ્યા બાદ ફરી સાઇટ હૈક કરવામાં આવશે નહીં. તમામ જરૂરી રેકોર્ડ નાણાં ચુકવી દીધા બાદ મળી જશે તે બાબતની પણ કોઇ ગેરંટી દેખાઇ રહી નથી. કેટલાક અન્ય સુરક્ષા સલાહકાર હૈકર્સને નાણાં ચુકવી દેવાની બાબતને યોગ્ય માને છે. હૈકર્સે સમગ્ર કોમ્પ્યુટર સિસ્ટમને વિકલાંગ બનાવી દીધી છે. હૈકર્સ દ્વારા આ રકમ ક્રિપ્ટો કરેન્સી બિટકોઇનમાં માંગી છે. જે સરળ રીતે ટ્રેસ કરવામાં આવતી નથી. નિષ્ણાંતોનુ કહેવુ છે કે ફ્લોરિડાનો દાખલો માત્ર એક દાખલો છે. કઇ રીતે નગરપાલિકાઓ સરળરીતે રેનસમવેયર હુમલાનો શિકાર થાય છે. મોટા યુનિટો અને રાજ્ય સરકારોની તુલનામાં સાઇબર હુમલા રોકવા માટે પ્રભાવી ઉપાય કરવામાં આવ્યા નથી. સાઇબર સુરક્ષા સેવા ઉપલબ્ધ કરાવનાર કંપની ફાયર આઇના નિષ્ણાંતોએ કહ્યુ છે કે નાગરિકોને સાઇબર સુરક્ષા મળે તે જરૂરી છે.
હૈકર્સ દ્વારા એવા ડેટા અને સિસ્ટમને હૈક કરી લીધી હતી હાલના દિવસોમાં ભારતમાં પણ આ પ્રકારના સત્તાવાર મેલ આઇડી પર ખંડણીના આવા સંદેશા આવી રહ્યા છે. યુઝર્સ ક્યારેય તેની લાલચ અને સકંજામાં ન આવે તે જરૂરી છે. માર્ચ ૨૦૧૮માં અમેરિકાના એટલાન્ટામાં હૈકર્સ દ્વારા કોમ્પ્યુટરોને હૈક કરીને ૫૧ હજાર ડોલરની ખંડણીની માંગ કરી હતી. અહીંથી એવી ચર્ચા છેડાઇ ગઇ હતી કે શુ હૈકર્સને કોઇ ખંડણીની રકમ ચુકવવી જાઇએ. અહીં સાઇબર સુરક્ષા સાથે જાડાયેલા મોટા ભાગના લોકોનુ કહેવુ છે કે સાઇબર સુરક્ષા મોંઘી બની ગઇ છે. જેથીસરકારને આના પર કઠોર કાર્યવાહી અને કાયદા બનાવવાની જરૂર છે.ગયા વર્ષે રેનસમવેયરના ૧૪૯૩ હુમલા કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે અમેરિકી સરકારે બે ઇરાની નાગરિકોને એટલાન્ટા અને નેવાર્કમાં ૨૦૦થી વધારે રેનસમવેયર હુમલાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ હુમલા મારફતે હૈકર્સે ૬૦ લાખ ડોલરની ખંડણી વસુલી હતી. કોમ્પ્યુટર સિસ્ટમ ખરાબ હોવાના કારણે આશરે ત્રણ કરોડ ડોલરનુ નુકસાન થયુ છે. અમેરિકાની ગુપ્તચર સંસ્થાના કહેવા મુજબ વર્ષ ૨૦૧૮માં હજારો હુમલા થયા હતા. જેમાં આશરે ૩૬ લાખ ડોલરની ખંડણીની ચુકવણી કરવામાં આવી હતી.