ચીન-અમેરિકા ટ્રેડ વોર : જી-૨૦ બેઠક

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

૨૮ અને ૨૯મી જુનના દિવસે જાપાનના ઓસાકા ખાતે યોજાનાનાર જી-૨- શિખર બેઠક પર હવે દુનિયાની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ શિખર બેઠકમાં ચીન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી જારી ટ્રેડ વોર અને ઇરાન-અમેરિકા વચ્ચે ઉભી થયેલી જટિલ સ્થિતી મુખ્ય રીતે કેન્દ્રમાં રહેશે. ચીન અને અમેરિકા વચ્ચે જારી ટ્રેડ વોરનો ઉકેલ આ શિખર બેઠકમાં આવી શકશે કે કેમ તેની પણ ચર્ચા જાવા મળી રહી છે. સાથે સાથે ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે કોઇ ત્રિપક્ષીય વેપાર સમજુતી થઇ શકે છે. ટુંકમાં અનેક પ્રકારની અપેક્ષા આ શિખર બેઠકથી રાખવામાં આવી રહી છે. આર્થિક નિષ્ણાંતો અને કારોબારીઓ પણ આ બેઠકથી આશાવાદી થયેલા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અંદાજ મુજબ જા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર અથવા તો વેપાર યુદ્ધ વધારે તીવ્ર બનશે તો વર્ષ ૨૦૨૦ સુધી દુનિયામાં જીડીપીમાં ૦.૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે.

તમામ મુખ્ય દેશો પોતાની એકતાને દર્શાવવા માટે સાથે મળીને કામ કરે તે જરૂરી છે. જી-૨૦ શિખર બેઠકથી પહેલા જાપાનના ફુકુસીમામાં થયેલી આ દેશોના નાણાં પ્રધાનોની બેઠકમાં તથા બેંક ગવર્નરોની બેઠકમાં ટ્રેડ વોર બાદ ઉભી થયેલી સ્થિતી પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ટેન્શનને હળવી કરવાના તમામ પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. વર્તમાન સ્થિતીને જાતા જી-૨૦ શિખર બેઠક ખુબ ઉપયોગી મંચ તરીકે સાબિત થનાર છે. અર્થવ્યવસ્થામાં સાનુકુળ માહોલ અને પ્રવાહ હોવા છતાં ભારત અને ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રિય બેંકો દ્વારા હાલમાં વ્યાજદરમાં ઘટાડો કરવાના નિર્ણય કર્યા છે. યુરોપિયન બેંકોએ પણ વ્યાજદરમાં વધારો કરવા માટેના નિર્ણયને છ મહિના માટે ટાળી દેવાનો નિર્ણય કર્યો છે.

આ તમામ બાબતોને જાતા લાગે છે કે તમામ ભાવિ આશંકાઓને લઇને ચિંતાતુર બનેલા છે. અમેરિકાના સ્ટોક એક્સચેંજમાં ગયા સપ્તાહમાં એકાએક આવેલી તેજી અકાલ્પનિક હતી. તેમાં ફેડરલ રિઝર્વ બોર્ડ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની બાબત મુખ્ય રહી હતી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના એક અંદાજમાં કહેવામાં આવ્યુ છે કે જા અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તંગદીલી વધારે તીવ્ર બનશે અને તેનો નિકાલ નહીં આવે તો વર્ષ ૨૦૨૦ સુધીમાં દુનિયામાં જીડીપી ઉત્પાદનમાં ૦.૫ ટકા સુધીનો ઘટાડો થઇ જશે. જ્યારે બ્રિટન હાલમાં બ્રેÂગ્ઝટના ભંવરમાં ફસાયેલુ છે. સાથે સાથે ઇરાન પ્રતિબંધોનો સામનો કરે છે. આ સરકારી અને કેન્દ્રિય બેંકો માટે ઉપયોગી છે કે તેઓ આર્થિક પ્રવાહને લઇને યોગ્ય મુલ્યાંકન કરતા રહે. સાથે સાથે જરૂરી તૈયારી પણ રાખવામાં આવે. તૈયારી રાખવાની સ્થિતીમાં ઇમરજન્સી સ્થિતીમાં નીતિ આધારિત ઉપાય લાગુ કરી શકાય છે. તમામની નજર હવે આ શિખર બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે. આંકડા પર નજર કરવામાં આવે તો કહી શકાય છે કે જી-૨૦ દેશો દુનિયાના ૬૦-૬૮ ટકા કુલ ક્ષેત્રફળને કવર કરે છે. વિશ્વની કુલ જીડીપી પૈકી આ દેશો પાસે હિસ્સેદારી ૮૫.૨ ટકા જેટલી રહેલી છે. જી-૨૦ દેશોની વાત કરવામાં આવે તો વિશ્વની કુલ વસ્તી પૈકી ૬૪.૩ ટકા વસ્તી આ દેશોમાં રહેલી છે. આ તમામ આંકડાથી અંદાજ લગાવી શકાય છે કે આ બેઠક કેટલી ઉપયોગી થનાર છે.

જી-૨૦ના પ્રતિનિધીઓની બેઠકમાં સંયુક્ત નિવેદનમાં સંરક્ષણવાદ પર ગંભીરતા દેખાઇ ન હતી. આ કમનસીબ બાબત છે કે ગ્રુપ આ સંબંધમાં સ્પષ્ટ નિવેદન જારી કરી શક્યા નથી. ગ્રુપના દેશોએ અમેરિકાને ટ્રેડ વોરના પ્રતિકુળ અસરની બાબતને ધ્યાનમાં લેવાની જરૂર છે. ચીની પક્ષને લઇને પણ ંમોટી સમસ્યા રહેલી છે. ચીનને હવે પોતાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નિતીમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. વર્ષ ૨૦૦૮માં લેહમન બ્રધર્સના પતન બાદ વૈશ્વિક નાણાંકીય સંકટની સ્થિતી સર્જાઇ ગઇ હતી.

જી-૨૦ દેશોમાં કોણ કોણ દેશ છે તે અંગે પુછવામાં આવે તો આનો જવાબ એ છે કે જી-૨૦માં આર્જેÂન્ટના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેÂક્સકો, કોરિયા ગણરાજ્ય, દક્ષિણ આફ્રિકા, રશિયા, સાઉદી અરેબિયા, ટુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. લેહમન બ્રધર્સના પતન બાદ જી-૨૦ દેશોએ હાથ મિલાવ્યા હતા. પરંતુ આજે વેપાર યુદ્ધના વાદળો ફરી ઘેરાઇ ગયા છે. જેને લઇને જી-૨૦ દેશોને કોઇ નક્કર પગલા લેવા પડશે. જી-૨૦ શિખર બેઠક પર દુનિયાના દેશોની સાથે સાથે આર્થિક પંડિતોની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે.`

Share This Article