અમદાવાદ : અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી આગામી મહિને નીકળનારી રથયાત્રાને લઈને જારદાર તૈયારીઓ ચાલી રહી છે. મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને જારદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન હાલમાં મોશાળમાં ગયા છે જેથી જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં ભગવાનના આસાન ભલે સુના પડેલા છે પરંતુ રથનુ સમારકામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. રંગરોકાણની કામગીરી જારી છે. બીજી બાજુ પ્રસાદીમાં મગની સાફ સફાઈનુ કામ પણ જોરદાર રીતે ચાલી રહ્યું છે એમ તો રથયાત્રાની તૈયારી રથના પૂજનની સાથે શરૂ થઈ જાય છે. જે રથયાત્રા સુધી ચાલે છે. હજુ સુધી મોટાભાગની તૈયારી જળયાત્રાની ચાલી રહી હતી.
જે સોમવારના દિવસે કાઢવામાં આવી હતી. પરંતુ હવે રથયાત્રાની તૈયારીઓ તીવ્ર કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભ્રદ્રા અને ભાઈ બલભદ્રના રથને વ્યવÂસ્થ કરવામાં આવી રહ્યા છે. રંગને રંગવાનુ કામ ચાલી રહ્યું છે. જે આગામી સપ્તાહમાં પૂર્ણ કરાશે. વર્ષોથી રંગ રોકાણનુ કામ કરતા કલાકારનુ કહેવુ છે કે, મંગળવારના દિવસથી રંગરોકાણનુ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે આગામી સપ્તાહ સુધી ચાલશે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ અલગ અલગ રંગના રથોને સજાવવામાં આવ્યા છે. કારીગરો લાગેલા છે. બીજી બાજુ મંદિર સંકુલમાં મગની સાફ સફાઈનુ કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
બીજી બાજુ ભક્તો તરફથી પ્રસાદીના મગ ભેટમાં આપવામાં આવી રહ્યા છે. મહિલાઓ સાફ સફાઈમાં લાગેલી છે. કેટલીક મહિલાઓ વર્ષોથી મગની સફા સફાઈમાં ભાગ લઈને ભગવાનની સેવામાં હિસ્સા લેતી હોય છે. સરસપુર સહિત અન્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ મગની સાફ સફાઈમાં પહોંચે છે. ૧૫થી ૨૦ જેટલી મહિલાઓ દરરોજ મગની સફાઈ માટે પહોંચે છે. આ કામગીરી મંગળવારથી શરૂ કરવામાં આવી ચુકી છે. રથયાત્રા ૪થીના દિવસે યોજાનાર છે. કોઈપણ પ્રકારની તૈયારીમાં કચાસ ન રહે તે માટે તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જુદા જુદા વિસ્તારમાંથી અતિક્રમણો પણ દુર કરવામાં આવી ચુક્યા છે.