દુબઈ : ઈરાને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેની સમક્ષ કોઈ પણ પ્રકારનો ખતરો ઉભો થશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. અર્થ સરકારી સમાચાર સંસ્થાએ માહિતી આપતા કહ્યું છે કે, કોઈ પણ અમેરિકી ખતરાને પહોંચી વળવા માટે ઈરાન સંપૂર્ણ પણે તૈયાર છે. અમેરિકાના કોઈ દુસાહસનો યોગ્ય જવાબ આપવામાં આવશે. ઈરાન તરફથી અમેરિકાના માનવરહિત ડ્રોનને તોડી પાડવામાં આવ્યા બાદ બંન્ને દેશો વચ્ચે સંબંધો ખુબ વળસી ચુક્યા છે.
ઈરાની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે, ઈરાનના કોઈ પણ દુશ્મન અમેરિકા અથવા અન્ય કોઈ દેશ તરફથી અમારી સામે કોઈ કાર્યવાહી આગને હવા આપવાનુ કામ કરશે. ગુરુવારના દિવસે ઈરાને મિસાઈલ મારફતે અમેરિકી જાસુસી વિમાન ડ્રોનને તોડી પાડ્યુ હતું. આ તંગદિલી ગુરુવારના દિવસે એટલી હદ સુધી વધી ગઈ હતી કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રપે ઈરાન પર હુમલાની યોજનાને મંજુરી આપી દીધી હતી. જાકે મોડેથી ટ્રમ્પે આ નિર્ણય પરત ખેંચી લીધો હતો. નિર્ણયને પરત લેવાના લઈને પોતે સપાટી પર આવ્યા હતા અને કહ્યુ હતું કે, આના કારણે ૧૫૦ નિર્દોષ લોકોના મોતનો ખતરો રહેલો હતો. વાતચીત માટેના વિકલ્પ હજુ પણ ખુલ્લા છે. જાકે, ઈરાને યોગ્ય જવાબ આપવાની ચેતવણી આપ્યા બાદ તંગદિલી ઘટવાને બદલે વધી રહી છે.
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્બાસ મોસાવીનુ કહેવુ છે કે, અમેરિકા કોઈ પણ નિર્ણય લે પરંતુ અમે કોઈને પણ ઈરાની સરહદનો ભંગ કરવાની મંજુરી આપશુ નહીં.