વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પડોશી દેશોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વાત કરી છે. જેની દિશામાં સરકાર પણ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે મોદી સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી સંપૂર્ણ તાકાત અને વિશ્વાસ સાથે આગળ વધી છે તે જાતા ચીન ભારે પરેશાન છે. પડોશી દેશો પર પ્રભાવ જમાવવા માટેના ચીનના પ્રયાસ જારી રહ્યા છે પરંતુ તેની નિતીથી પડોશી દેશ પરેશાન છે. આવી સ્થિતીમાં આ દેશો ભારતની પરોક્ષ રીતે તરફેણ કરી રહ્યા છે. ચીન તેની વિસ્તારવાદી નીતિને આગળ વધારી દેવાના પ્રયાસમાં છે.દક્ષિણ ચીન દરિયામાં કોઈની પણ મંજુરી લીધા વગર તેલ અને ગેસના બ્લોકની શોધ ન કરવાની ભારતને ચેતવણી આપીને ચીને પોતાની ખતરનાક નીતિ રજુ કરી દીધી છે.
આ ચેતવણીને માત્ર તેની દાદાગીરી તરીકે ગણી શકાય છે. આવી ચેતવણી આપીને તે માત્ર ભારતને દબાણમાં લેવાના પ્રયાસમાં છે જેથી આ ક્ષેત્ર પર તેનું વર્ચસ્વ યથાવત રહે. ભારતની કંપની ઓએનજીસી વિદેશ લીમીટેડ એક્સક્લુઝીવ ઇકોનોમી ઝોન અને વિયેતનામના ક્ષેત્રમાં તેલ અને ગેસની શોધમાં છે. ચીનનો હંમેશા તે દાવો રહ્યો છે કે ચીન દરિયામાં ૮૦ ટકા હિસ્સો તેનો છે. અન્ય દેશ જેમ કે વિયેતનામ, બ્રુનોઈ, મલેશિયા, તાઈવાન અને ફિલીપાઈન્સ પણ તેના જળક્ષેત્ર, દરિયાકાંઠાના વિસ્તારો અને દ્વિપ પર પોતાના દાવા કરતા રહ્યા છે. ચીન ભારતની લૂકઈસ્ટ નીતિને લઈને ખૂબ જ પરેશાન છે. ચીનની નારાજગીનું એક કારણ એ છે કે તેને મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી નીતિ લૂક ઈસ્ટ પસંદ પડી રહી નથી. તેને આ બાબતનો ભય સતાવી રહ્યો છે કે ભારતનું પડોશી દેશોમાં જે સન્માન છે તે આનાથી વધી જશે. અન્ય દેશ ચીનથી એટલા માટે પણ ભયભીત રહે છે કે કોઈ સમયે તેઓ ડ્રેગનનો હિસ્સો ન બની જાય. અહીં આ બાબત મહત્વપૂર્ણ છે કે આ ક્ષેત્ર વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ તરીકે છે.
વિશ્વના ૫૦ ટકાથી વધુ તેલ ટેન્કરો આ રસ્તે થઈને જ પસાર થાય છે. મુખ્ય બાબત એ છે કે ચીન પોતાના ક્રૂડ ઓઈલ માટે આયાત પર વધારે આધારિત છે. જેથી તે ત્યાં પોતાની ગતિવિધિ વધારી રહ્યું છે. શિપીંગની દૃષ્ટિએ પણ આ રસ્તો ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતની ઉપÂસ્થતિથી તે આ કારણસર ચિંતત છે કે ભારત તેનાથી આગળ ન નીકળી જાય. જા ભારત હતાશ થશે તો અન્ય દેશ પહેલાથી જ નબળા પડી જશે તેવી ગણતરી તે કરી રહ્યું છે. આ જ કારણસર ચીને કહ્યું છે કે સરહદી વિવાદનો ઉકેલ આવવાથી આ ક્ષેત્રને સંયુક્ત વિકાસને પ્રત્સાહન મળશે.આ બાબત કોઈનાથી છૂપાયેલી રહી નથી કે અહીં દક્ષિણ ચીન દરિયામાં તેલ અને ગેસના વિશાળ ભંડાર ઉપલબ્ધ છે. યુએસ એનર્જી ઇન્ફરમેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા જે અહેવાલ આપવામાં આવ્યો છે તે મુજબ સાત અબજ બેરલથી વધુ તેલ ભંડાર અને નવ હજાર ટ્રિલિયન ફૂલ કુદરતી ગેસના ભંડાર રહેલા છે. આ આંકડા તેલ માટે દુનિયામાં બીજા સમૃદ્ધ દેશની લાઈમાં ભારત અને અન્ય દેશોને લાવી શકે છે. ચીન ઘણા દ્વિપને પણ પોતાના હોવાનો દાવો કરે છે. પેરેસલ દ્વિપ અને સ્માર્ટલે દ્વિપ પર અન્ય દેશ પોતાના અધિકારની વાત કરે છે જ્યારે કેટલાક દેશ પોતાના નિયંત્રણ ક્ષેત્રના આંશિક હિસ્સ તરીકે તેને ગણે છે. ચીન આ મુદ્દાના સમાધાન માટે આ ક્ષેત્ર પર દાવા કરનાર દેશોથી સામુહિક રીતે વાતચીત કરવાનો પણ ઇન્કાર કરે છે પરંતુ તે અલગ અલગરીતે આ દેશો સાથે વાતચીત કરવા ઈચ્છુક છે જે તેની ખતરનાર રણનીતિ દર્શાવે છે.વર્ષ ૨૦૧૩માં ફિલિપાઈન્સે સંયુક્ત રાષ્ટ્ર ટ્રિબ્યુનલમાં ચીનને કાયદાકીયરીતે પડકાર ફેંક્યો હતો. ફિલિપાઈન્સે એવી રજુઆત કરી હતી કે ચીનનો આ કોઈ કાયદાકીય અધિકાર નથી. આના જવાબમાં ચીને કહ્યું હતુ કે સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતાને તે ક્યારે સ્વીકાર કરશે નહીં અને તેમાં ભાગ પણ લેશે નહીં. ચીન આ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરે છે અને આને પોતાના ક્ષેત્ર તરીકે ગણે છે.
અમેરિકાનું એમ પણ કહેવું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ માનવ નિર્મિત દ્વિપને ચીનના દરિયાઈક્ષેત્ર તરીકે ગણી શકાય નહીં. કેટલાક લોકો અમેરિકન સંરક્ષણમંત્રીના આ નિવેદનને ભારત તરફી નિવેદન તરીકે ગણાવે છે. વાસ્તવિકતા એ છે કે ચીન પોતાની ગતિવિધિથી પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ જેવા દેશો પર પોતાની પક્કડને મજબુત બનાવી ભારતને ભીંસમાં લેવા ઈચ્છુક છે. અમેરિકાની સાથે મિત્રતા રાખનાર ભારતને લઈને તે ચિંતિત છે. ચીન જે દેશોની સાથે તેના સારા સંબંધ નથી અને ભારતની સાથે જે દેશોના સંબંધ સારા છે તેનાથી પણ દુઃખી છે. ચીને વિયેતનામમાં તેલ અને ગેસની શોધ ખોળના કામને લઈને પણ વારંવાર જુદા જુદા નિવેદન કર્યા છે. તેની મંજુરી વગર કોઈ પણ પ્રકારની ગતિવિધિ ન કરવા વિયેતનામને પણ ચીને હાલમાં સૂચના આપી હતી. ચીનની દાવેદારીનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પણ પહોંચી ગયો છે. મોદી સરકાર બીજી અવધિમાં આવી ગયા બાદ ચીન પર દબાણ લાવવા માટે તે પણ નવી નવી નિતી પર કામ કરી રહી છે.