નવી દિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક તમામ લોકો રાહ જાઇ રહ્યા છે તે સામાન્ય બજેટ કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પાંચમી જુલાઇના દિવસે રજૂ કરનાર છે. તમામ સામાન્ય લોકો અને ઉદ્યોગજગતને સંતુષ્ટ કરવાની મોટી જવાબદારી નિર્મલા સીતારામનની રહેશે.સતત બીજી અવધિ માટે સરકાર આવ્યા બાદ પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે.એવા સંકેત મળી રહ્યા છે કે અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા માટે કેટલાક સેક્ટરને ફાળવણી વધારી દેવામાં આવનાર છે. જ્યારે કેટલાક સેક્ટરોની ફાળવણીમાં કાપ મુકવામાં આવી શકે છે. આગામી બજેટમાં ઇન્ફ્રાસ્ટચરને વેગ આપવાના ભાગરૂપે હાઇવે સેક્ટરની ફાળવણીને ફરી એકવાર વધારી દેવામાં આવે તેવી શક્યતા છે. હાઇવે સેક્ટરની ફાળવણીને વધારી દેવાની માંગ આ મંત્રાલય દ્વારા કરવામાં આવી ચુકી છે.
આયોજકો પણ નક્કરપણે માને છે કે જા ફંડ સરળરીતે ઉપલબબ્ધ રહેશે તો આ સેક્ટરમાં ઝડપી પરિણામ હાંસલ કરી શકાશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય વર્ષ ૮૫૦૦ કિલોમીટરના ટાર્ગેટ સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે. હાઇવે સેક્ટરમાં ખાનગી રોકાણની સ્થિતી નબળી પડી રહી છે ત્યારે સરકાર ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે. જા ફંડ સરળરીતે ઉપલબ્ધ બને તો આ સેક્ટર ઝડપથી આગળ વધી શકે છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જંગી ફાળવણી કરવા અમે અપીલ કરી ચુક્યા છીએ અને આશા છે કે નાણાં મળશે. માર્ગ પરિવહન પ્રધાન આગામી બે વર્ષ સુધી દરરોજ ૩૦ કિલોમીટર લાંબા માર્ગોનુ નિર્માણ કરવાની યોજના નક્કી કરી ચુક્યા છે. આ ટાર્ગેટને હાંસલ કરવા માટે સરકારને જંગી ફંડ આપવાની જરૂર રહેશે.
સરકાર બજેટમાં ક્યા વિભાગને કેટલી ફાળવણી કરે છે તે બાબત બજેટમાં નક્કી થશે. દેશને વિકાસના માર્ગ પર આગળ લઇ જવા રોડ સેક્ટર મહત્વપૂર્ણ છે. મોદી સરકાર સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટકચરની જાળને વધુ વિસ્તૃત કરવા માટે તૈયાર છે. આવી સ્થિતીમાં તમામ સંબંધિત ક્ષેત્રો તરફ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે.મોદી સરકાર બજેટમાં તમામ ક્ષેત્રોને ગતિ આપવા માટે ઇચ્છુક છે. રોજગારીને લઇને ભારે હોબાળો થયા બાદ અને લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સામે પણ આને લઇને પ્રશ્નો થયા હતા.