સ્માર્ટફોનનો જરૂર કરતા વધારે ઉપયોગ ખરાબ આદત અથવા તો ટેવ સમાન છે. જે લોકો ફોનનો વધારે ઉપયોગ કરે છે તે પોતાને ખુબ અલગ અલગ અનુભવ કરે છે. આવા લોકો પોતાને એકલા અનુભવ કરે છે. સાથે સાથે સમગ્ર દિવસ દરમિયાન હમેંશા ઉદાસીન અને ચિંતિત દેખાય છે. હાલમાં જ કરવામાં આવેલા એક વ્યાપક અભ્યાસમાં આ બાબત ઉભરીને સપાટી પર આવી છે. અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકો સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરે છે તે સતત સારી ગતિવિધી વચ્ચે ફોનમાં ખોવાઇ જાય છે અને કેટલાક કામો બગાડી કાઢે છે. આ લોકો પોતાના ખાસ કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. સ્માર્ટ ફોનની ટેવ અમને માનસિક રીતે થકવી નાંખે છે. અમને આરામ કરવા દેતી નથી.
જેથી ફોનનો યોગ્ય અને સમય મુજબ ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. હાર્ટ કેયર ફાઉન્ડેશનના અધ્યક્ષ ડોક્ટર કેકે અગ્રવાલ કહી ચુક્યા છે કે અમારા ફોન અને કોમ્પ્યુટર પર આવનાર નોટિફિકેશન, કંપન અને અન્ય જુદા જુદા પ્રકારના એલર્ટ અમને સતત સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પાડે છે. શોધમાં કહેવામાં આવ્યુ છે કે આ એલર્ટનેસ કેટલાક અંશે એવી છે જે પ્રતિક્રિયાની સમાન છે. કોઇ ખતરા અથવા તો હુમલા પહેલા જે રીતે અમે એલર્ટ રહીએ છીએ તેવો અનુભવ તે કરાવે છે. આનો અર્થ એ થયો કે અમારા દિલોદિમાગ તેમાં ગુમ રહે છે. જે મગજના આરોગ્યની પ્રણાલી મુજબ નથી. અમે સતત એ ગતિવિધીની શોધ કરતા રહીએ છીએ જે મળતી નથી. તેની ગેરહાજરીથી બેચેની રહે છે. એકલાપણાનો અનુભવ થયા છે. ડોક્ટર અગ્રવાલ કહે છે કે જા અમને ૩૦ મિનિટ સુધી કોઇ કોલ મળતા નથી તો ચિંતા સતાવવા લાગી જાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આશરે ૩૦ ટકા લોકોમાં આ સમસ્યા જાઇ શકાય છે. ફૈન્ટમ રિગિંગ ૨૦થી ૩૦ ટકા મોબાઇલ ઉપયોગ કરનાર લોકોમાં રહે છે. આનો અર્થ એ થાય છે કે આપને એવો અનુભવ થાય છે કે મોબાઇલની રિંગ વાગી રહી છે. જેથી તેને વારંવાર ચેક કરે છે. જ્યારે આવુ ખરેખર હોતુ નથી.
મોબાઇલ વધારે પ્રમાણમાં ઉપયોગ કરનાર બાળકો સામાન્ય રીતે મોડેથી ઉઠે છે. સાથે સાથે સ્કુલ જવા માટે તૈયાર થતા નથી. સરેરાશ લોગ ઉંઘી જતા પહેલા સ્માર્ટફોનની સાથે ૨૦થી ૩૦ મિનિટનો સમય ગાળે છે. અભ્યાસમાં એવી બાબત પણ ઉભરીને સપાટી પર આવી છે કે સોશિયલ મિડિયાની ટેકનોલોજીની ટેવ ખતરનાક બની રહી છે. તેની નકારાત્મક અસર થઇ રહી છે. આના કારણે થનાર સંચારની Âસ્થતી પણ સારી રહેતી નથી. ગેજેટ્સના માધ્યમથી માહિતી મેળવી લેવાની ટેવના કારણે દિમાગના ગ્રે મેટરમાં કમી આવે છે. સ્માર્ટ ફોનની જા ટેવ પડેલી છે તો તેને છોડી પણ શકાય છે. આના માટે સૌથી પહેલા ઉઘી જતા પહેલા ૩૦ મિનિટ પહેલા જ ફોન બંધ કરી દેવા જાઇએ. દરેક ત્રણ મહિનામાં સાત દિવસ માટે ફેસબુક પરથી રજા લેવામાં આવે તે પણ જરૂરી છે. સપ્તાહમાં એક વખત સમગ્ર દિવસ દરમિયાન સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવાથી દુર રહેવામાં આવે તે પણ જરૂરી છે.