ભારત જેવા દેશમાં આરોગ્યના ક્ષેત્રમાં સ્થિતીને સુધારી દેવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી છે. નવી નવી મેડિકલ કોલેજા શરૂ કરવામાં આવી છે. તબીબોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જો કે ભારતમાં હજુ પણ આરોગ્યના ક્ષેત્રમાં અનેક ખામીઓ નજરે પડે છે. વિદેશમાં આરોગ્યની સેવાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. જ્યારે ભારતમાં હજુ પણ આંકડા એકત્રિત કરવાની કામગીરી જ ચાલી રહી છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે આરોગ્યના ક્ષેત્રમાં વધુ એક ક્રાન્તિ કરવાની જરૂર છે. ૨૦ ટકા વૈશ્વિક બિમારીઓનો બોજ એકલા ભારત પર છે.
ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આંકડાની વાત કરવામાં આવે તો અમેરિકામાં ૯.૫ લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ વાર્ષિક ખર્ચ કરવામાં આવે છે છતાં અમેરિકામાં જીવન આયુષ્ય ઘટી રહ્યુ છે. છેલ્લી સદી આરોગ્યની દ્રષ્ટિથી માનવી માટે ખુબ ક્રાન્તિ કારી રહી છે. અમે અનેક સિદ્ધીઓ પોતાના નામ પર કરીને આગળ વધી રહ્યા છીએ. કેટલીક બિમારીઓને તો હમેંશા માટે ખતમ કરી ચુક્યા છીએ. કેટલીક બિમારીનો ઉપચાર શોધી કાઢવામાં સફળતા મળી છે. આ ગાળા દરમિયાન દરેક ત્રણ વર્ષમાં જીવન ધોરણમાં એક ટકાનો વધારો થયો છે.
જેમાં સારા પોષણની બાબત, સારા પર્યાવરણ, સ્વચ્છતા અને સારી જાહેર બાબતોનો સમાવેશ થાય છે. સારી અને ઉપયોગી શોધ થવાના કારણે લોકોના આયુષ્યમાં વધારો થયો છે. મોટા ભાગના લોકો માની રહ્યા છે કે આ સફળતા અકબંધ રહેશે. પ્રશ્ન એ થાય છે કે શુ આગામી વર્ષોમાં ૮૦ વર્ષની વ્યક્તિ આજની ૮૦ વર્ષની વ્યક્તિ જેટલી સ્વસ્થ રહેશે. આવો પ્રશ્ન કરવામાં આવે ત્યારે મોટા ભાગના લોકો કહે છે કે સ્વસ્થ રહેશે નહી. અમે છેલ્લી સદીની ગતિને આ સદીમાં જાળવી શક્યા નથી. છેલ્લા સદીની પ્રગતિને અમે સ્થુળતા, ડાયાબીટીસ, આત્મહત્યા અને દવામાં બગાડી ચુક્યા છીએ. પરંતુ ઘણા દેશોમાં આ ગતિ ધીમી છે. તમામ જાણકાર લોકો માની રહ્યા છે કે આવનાર દશકોમાં આરોગ્યને લઇને વધારે મોટા પડકારો રહેનાર છે. માનવી આરોગ્ય પર વય વધવાની અસર પ્રતિકુળ દેખા રહી છે. વર્તમાન સમયમાં ૬૦ વર્ષની વયમાં પહોંચી ગયેલી વ્યક્તિમાં એકને એક તો એવી બિમારી આવી ગઇ છે. જ્યારે ૮૫ વર્ષની વયની વ્યક્તિમાં આવી ચાર બિમારી રહેલી છે. આરોગ્ય વ્યવસ્થા દ્વારા આ પ્રકારની ઘાતક વૃદ્ધિનો સામનો ક્યારેય કર્યો નથી. આધુનિક તબીબી વ્યવસ્થા બિમારીઓને કાબુમાં લેવા તો મદદ કરે છે પરંતુ તેમાંથી મોટા ભાગની બિમારીનો ઇલાજ કરતી નથી. તબીબી ક્ષેત્રે થઇ રહેલી શોધ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે પુરતી નથી.
હકીકતમાં આ પડકારોને પહોંચી વળવા માટે સૌથી મોટી અડચણ અથવા તો સૌથી મોટી આશા ડેટા તરીકે છે. ડેટા તૈયાર કરવા માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. લોકોની બિમારી સાથે સંબંધિત ડેટા સુરક્ષિત રાખવા માટેની જવાબદારી સંસ્થા અથવા તો કમિટીની રહેશે. આજે વિશ્વમાં હેલ્થકેર સૌથી મોટી સમસ્યા અને પડકાર છે. તબીબોની વાત કરવામાં આવે તો નિષ્ણાંત તબીબોનો અભાવ છે. એલોપેથી તબીબોની સંખ્યા ૧૦૨૨૮૫૯ રહેલી છે. ડેન્ટલ સર્જન લોકોની સંખ્યા ૧૯૭૭૩૪ રહેલી છે. સહાયક નર્સની સંખ્યા ૮૨૧૧૪૭ રહેલી છે. ભારતમાં મેડિકલ કોલેજની સંખ્યાની વાત કરવામાં આવે તો સંખ્યા ૪૬૨ રહેલી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ૫૬૭૪૯ રહેલી છે. આંકડા પરથી કહી શકાય છે કે ભારતમાં હજુ પણ કેટલાક ક્ષેત્રોમાં સફળ રીતે આગળ વધવાની જરૂર છે. ભારતમાં ડેન્ટલ બીડીએસ કોલેજની સંખ્યા ૩૦૯ રહેલી છે. આવી જ રીતે ડેન્ટલ એમડીએસની સંખ્યા ૨૪૨ રહેલી છે. હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં પણ કેટલીક ચોંકાવનારી બાબત તબીબોને લઇ જારી કરાઇ છે.