મુંબઈ : સરકાર કિરાણા દુકાનો અને રેસ્ટોરન્ટ ખોલવા માટે લેવામાં આવતી મંજુરીની સંખ્યાને ઘટાડવા ઉપર વિચારણા કરી રહી છે. કિરાણા દુકાનો અને રેસ્ટોરન્ટ ખોલવાની પ્રક્રિયા હવે વધુ સરળ કરવામાં આવશે. સરકાર પાસેથી સિંગલ વિન્ડો સિસ્ટમ લાગૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સામાન્ય લોકો માટે કારોબાર શરૂ કરવાની બાબત વધુ સરળ બની શકે તેવી માંગ ઉઠી રહી છે. હાલના સમયમાં એક કિરણા સ્ટોર ખોલવા માટે ૨૨ મંજુરી લેવાની જરૂર હોય છે જેમાં જીએસટી રજિસ્ટ્રેશનથી લઇને શોપ એન્ડ એસ્ટેÂબ્લસમેન્ટ એક્ટ હેઠળ લાયસન્સ લેવાની સાથે સાથે વેટ એન્ડ મેજર ડિપાર્ટમેન્ટ પાસેથી જંતુનાશક અને બીજી ચીજો માટે મંજુરી લેવાની હોય છે. આવી જ રીતે એક ઢાબા અથવા તો રેસ્ટોરન્ટ માટે આશરે ૧૭ મંજુરીની જરૂર હોય છે.
આમા ફાયર માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ, નિગમ પાસેથી મંજુરી અને મ્યુઝિક પ્લે કરવા માટે લાયસન્સની જરૂર હોય છે. આ ઉપરાંત ફુડ રેગ્યુલેટર પાસેથી પણ ક્લિયરન્સની જરૂર હોય છે જે હાઈપર લોકલ હોઈ શકે છે. આ અલગ અલગ શહેરોના હિસાબથી હોઈ શકે છે. ચીન અને સિંગાપોર જેવા દેશોમાં રેસ્ટોરન્ટ ખોલવા માટે માત્ર ચાર ક્લિયરન્સ લેવાની જરૂર હોય છે.
સરકારે હવે કારોબારીઓ માટે આ પ્રક્રિયાને સરળ બનાવવાની તૈયારી કરી લીધી છે. જુના કાનૂનના પ્રચલનનો હવાલો આપતા જણાવવામાં આવ્યું છે કે, રેસ્ટોરન્ટ માલિકો માટે આ એક અડચણરુપ બાબત હતી. એક સરકારી અધિકારીએ કહ્યું છે કે, કિરાણાની દુકાન ખોલવા માટે ઘણા બધા નિયમો અને શરતો છે પરંતુ હવે તેને ઘટાડવા ઉપર વિચારણા ચાલી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલ સાથે ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ બેઠક યોજી હતી.