પૂર્વોત્તર ક્ષેત્રના ત્રણ રાજ્યમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આ ક્ષેત્રમાં ભાજપાની મજબૂત સ્થિતિને રજૂ કરે છે.
ઉત્તરપૂર્વી રાજ્યો નાગાલેન્ડ, ત્રિપુરા અને મેધાલયની ચૂંટણીના પરિણામોને જોઇએ તો ત્રિપુરામાં છેલ્લાં ૨૫ વર્ષથી શાસન કરી રહેલા સીપીઆઇ(એમ)ને પછડાટ આપી ભાજપનો વિજય થયો છે. ત્રિપુરામાં મળેલી જીત ભાજપા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે આ સાથે તેણે ડાબેરીઓના ગઢમાં ગાબડુ પાડી પોતાનો પરચમ લહેરાવ્યો છે. અહીં તેના સાથી પક્ષોની આઠ બેઠકો મેળવી છે, જ્યારે ભાજપાએ ૩૫ બેઠકો પર વિજય મેળવ્યો છે. સીપીઆઇ (એમ)એ ૧૬ બેઠક પર વિજય મેશવી બીજા ક્રમે રહ્યું હતું.
મેધાલય વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે આગળ રહ્યો છે, પણ તે બહુમત મેળવી શકી નથી. અહીં છેલ્લાં ૧૦ વર્ષથી સાશન કરનારા પક્ષ કોંગ્રેસે ૨૧ બેઠકો પર વિજય મેળવ્યો છે, પરંતુ બહુમત મેળવવાના ૩૧ બેઠકોના આંકડાને પ્રાપ્ત કરી શકી નથી. અહીં ભાજપાએ બે બેઠક પર જીત મેળવી છે, જ્યારે બીજા ક્રમે સાથાનિક પક્ષો રહ્યાં છે. અહીં ત્રિશંકુ સ્થિતિ જોવા મળી રહી છે. વર્તમાન સ્થિતિને જોતા અહીં સરકાર રચવા માટે રાજકીય ઉથલ પાથલ જોવા મળી શકે છે.
નાગાલેન્ડના પરિણામોમાં ભાજપા કે કોંગ્રેસ બન્નેમાંથી એકપણ પક્ષ નહીં પણ સ્થાનિક પક્ષ એપીએફએ સૌથી વધુ ૨૭ બેઠકો મેળવી છે. એનપીપીએ ૧૭ બેઠકો પર વિજય મેળવ્યો છે. અહીં ભાજપાએ ૧૨ બેઠકો પર વિજય મેળવ્યો છે. જદ(યુ) અને અપક્ષે એક-એક બેઠક પર વિજય મેળવ્યો છે. અહીં ભાજપ દ્વારા સરકાર રચાઇ શકે છે તેવું દેખાઇ રહ્યું છે.
આ ત્રણેય રાજ્યોમાં બહુમત માટે ૩૧ બેઠકો હોવી જરૂરી છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ અને મેઘાલયમાં કોંગ્રેસ પક્ષ સરકાર રચી શકે છે.
ચૂંટણી પરિણામોઃ
ત્રિપુરા
ભાજપાઃ ૪૩
ડાબેરીઃ ૧૬
કોંગ્રેસઃ ૦૦
કુલ બેઠકોઃ ૫૯
મેઘાલય
કોંગ્રેસઃ ૨૧
એનપીપીઃ ૧૯
ભાજપાઃ ૦૨
અન્યઃ ૧૭
કુલ બેઠકોઃ ૫૯
નાગાલેન્ડ
એનડીપીપીઃ ૨૭
એનપીએફઃ ૨૭
કોંગ્રેસઃ ૦૦
અન્યઃ ૦૫
કુલ બેઠકોઃ ૫૯