ઇન્સ્ટાગ્રામ પર હોટ ફોટો મુકી તારાએ ચર્ચા જગાવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : આ વર્ષે જ પુનીત મલહોત્રાની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ મારફતે અનન્યા પાન્ડે સાથે બોલિવુડમાં ડેબ્યુ કરી ચુકેલી તારા સુતરિયા સામાન્ય રીતે પોતાના હોટ અન બોલ્ડ ફોટાઓ સોશિયલ મિડિયા પર મુકીને સામાન્ય રીતે ચર્ચા જગાવતી રહે છે. આ વખતે પણ તે ફરી ચર્ચામાં આવી ગઇ છે. હાલમાં જ તારાએ ફરી એકવાર નવા ફોટો મુકીને ચર્ચા જગાવી છે. આ વખતે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મુક્યા બાદ તારાની ચારેબાજુ ચર્ચા છે. આ નવા ફોટોમાં તે ખુબ ખુબસુરત દેખાઇ રહી છે. આ ફોટોમાં તારા પીચ કલરના શોર્ટ ડ્રેસ અને જેબ્રા પ્રિન્ટવાળા હિલ્સ પહેરીને ભારે ચર્ચા જગાવી રહી છે. તારાના આ ફોટો એક મેગેઝિન માટે શુટ કરવામાં આવ્યા છે. આ ફોટોની સાથે તારાએ લોકપ્રિય ફેશન ડિઝાઇનર મનીષ મલહોત્રાને પણ ટેગ કર્યા છે.

આનાથી એવુ લાગે છે કે કદાચ મનીષ દ્વારા જ આ ડ્રેસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. મનીષ મલહોત્રાએ પણ તેના આ ફોટોના સંબંધમાં કમેન્ટ કરી છે. જેમાં હાર્ટના ઇમોજી બનાવ્યા છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરવામાં આવે તો તારા હાલમાં મિલાપ ઝવેરીની ફિલ્મ મરજાવા માટે કામ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલહોત્રા કામ કરી રહ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં રિતેશ દેશમુખની પણ મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત તારા સુતરિયા આ વખતે તેલુગ ફિલ્મ આરએક્સ ૧૦૦ ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

જેની હિન્દી રીમેકમાં તે નજરે પડનાર છે. જેમાં તેની સાથે સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી નજરે પડનાર છે. આ ફિલ્મ સાથે તે પણ બોલિવુડમાં ડેબ્યુ કરનાર છે. બોલિવુડમાં એક પછી એક સ્ટાર કિડ્‌સ આવી રહ્યા છે. જા કે વધારે સફળતા પણ હાંસલ કરવામાં આ સ્ટાર કિડ્‌સને હજુ સુધી મળી નથી.

Share This Article