રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ પ્રાઇવેટ લિમિટેડે આજે લાંબા સમયથી રાહ જોવાતી આરવી ૪૦૦ લોન્ચ કરી છે, જે ભારતની પ્રથમ એઆઇ આધારિત મોટરસાઇકલ છે તથા પર્ફોર્મન્સ અને દેખાવનું ઉત્તમ મિશ્રણ છે. આકર્ષક ડિઝાઇન અને રાઇડિંગ પોઝિશન સાથે તૈયાર કરાયેલી આરવી ૪૦૦ યુવા મોટરચાલકોને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી છે, જે શહેરમાં સફરને આરામદાયક, સ્વચ્છ અને સસ્ટેનેબલ બનાવે છે. આરવી ૪૦૦ ઇન્ટેલિજન્ટ ટેક્નોલોજી, પ્રીમિયમ લૂક અને શ્રેણીમાં ઉત્તમ વિશેષતાઓનું મિશ્રણ છે તથા હાલમાં તે બે બોલ્ડ કલર ઓપ્શન – રેબલ રેડ અન કોસ્મિક બ્લેકમાં ઉપલબ્ધ છે.
૨૫ જૂનના રોજથી રૂ. ૧૦૦૦ સાથે પ્રી-બુકિંગ કરાવી શકાશે. ત્યારબાદ આગામી ૪ મહિનામાં એનસીઆર, પૂને, બેંગ્લોર, હૈદરાબાદ, નાગપુર, અમદાવાદ અને ચેન્નઇમાં વેચાણ શરૂ કરવામાં આવશે.
આ લોન્ચ અંગે વાત કરતાં રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચીફ રિવોલ્યુશનરી ઓફિસર રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, “હું હંમેશાથી પરંપરાગત બાબતોને પડકારવામાં માનતો આવ્યો છું અને આજે અમે ભારતીય ટુ-વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં નવું પરિવર્તન લાવ્યાં છીએ. આરવી ૪૦૦ દરેક ભારતીય પરિવારને સસ્ટેનેબલ, વાજબી મોબિલિટી પ્રદાન કરવાની દિશામાં પ્રથમ પગલું છે. ઇવીના પાવર, સ્ટાઇલિંગ અને એસ્થેટિક્સ, બેટરી ચાર્જગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યુરિટી, સાઉન્ડ અને સર્વિિસસ સંબંધિત પ્રત્યેક રાઇડર્સની ધારણાને આરવી ૪૦૦ પડકારે છે.”
“રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ તરફથી આરવી ૪૦૦ પ્રથમ પ્રોડક્ટ છે, જે ઉત્તમ પર્ફોર્મન્સ અને આકર્ષક લૂક સાથે સાથે સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આ પ્રોડક્ટ જોરદાર હોવાની સાથે-સાથે ઇલેક્ટ્રિક વિહિકલ્સ સાઇલન્ટ હોવા જોઇએ અથવા દરરોજ સમાન અવાજ કરતાં હોવા જોઇએ તેવી લોકોમાં પ્રવર્તતી સામાન્ય ધારણાને પણ પડકારે છે. અમારી ટેક્નોલોજીકલ નિપૂંણતા સાથે અમે કનેક્ટેડ ઇકોસિસ્ટમ વિકસાવવા ઉપર કેન્દ્રિત છીએ, જે અમારી તમામ પ્રોડક્ટ્સનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહેશે અને મને વિશ્વાસ છે કે ક્રાંતિની હજી માત્ર શરૂઆત થઇ છે,” તેમ શર્માએ ઉમેર્યું હતું.
રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ શહેરમાં કનેક્ટેડ ઇકો-સિસ્ટમ ધરાવશે, જ્યાં રાઇડર્સ રિવોલ્ટ મોબાઇલ સ્વેપ સ્ટેશન ખાતે તેમની બેટરી સ્વેપ કરી શકશે. આ નવી દિલ્હીના વિસ્તારમાં આવેલા ડાયનામિક સ્ટેશન્સ રહેશે. રાઇડર્સ તેમના ઘરે અથવા ઓફિસમાં કોઇપણ ૧૫-એમ્પિયર સોકેટ સાથે પ્લગઇન કરીને ૪ કલાકથી ઓછા સમયમાં બેટરી ચાર્જ કરી શકશે કારણકે બેટરી પોર્ટેબલ છે. બેટરીને બાઇકમાંથી સરળતાથી કાઢી શકાય છે તથા ચાર્જ થયાં બાદ સરળતાથી પુનઃગોઠવી શકાય છે.
આ એઆઇ-આધારિત મોટરસાઇકલ ૧૫૬ કિમીની એઆરએઆઇ સર્ટિફાઇડ રેન્જ ધરાવે છે તથા તે એન્ડ્રોઇડ અને આઇઓએસ બંન્ને ઉપર ઉપલબ્ધ રિવોલ્ટ એપથી સજ્જ છે. આ એપ બાઇક લોકેટર, ડોર-સ્ટેપ બેટરી ડિલિવરી, મોબાઇલ સ્વેપ સ્ટેશન્સ, એન્ટી-થેપ્ટ, સાઉન્ડ સિલેક્શન અને પ્રિવ્યૂ સહિતના સંખ્યાબંધ કનેક્ટિવિટી ફીચર્સ ટુ-વ્હીલર યુઝર્સને ઉપલબ્ધ કરાવે છે.
ગુડગાંવમાં હેડક્વાર્ટર ધરાવતા રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ પ્રાઇવેટ લિમિટેડ હરિયાણાના માનેસરમાં ઉત્પાદન એકમ ધરાવે છે. આ એકમના પ્રથમ તબક્કામાં ૧૨૦,૦૦૦ વાહનોના ઉત્પાદનની ક્ષમતા છે. ગુડગાંવ ખાતેના હેડક્વાર્ટરમાં અનુભવી આરએન્ડડી ટીમ લગભગ બે વર્ષથી ભારતની પ્રથમ એઆઇ-આધારિત મોટરસાઇકલ રજૂ કરવા માટે કામ કરી રહી હતી કે જેના પર્ફોર્મન્સ અને દેખાવ સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવી પડે નહીં.