સ્માર્ટ ફોન વારંવાર બદલી નાંખવા માટેની ટેવ બદલવી પડશે. સ્માર્ટ ફોન વગર આજે કોઇને ચાલી શકે તેમ નથી. લોકો નવા ફિચરવાળા હેન્ડસેટ ખરીદવા માટે નિયમિત રીતે પોતાના મોબાઇલ સેટ બદલતા રહે છે. પરંતુ સામાન્ય લોકોને આ અંગે માહિતી નથી કે એક સ્માર્ટ ફોનનુ નિર્માણ અમારા પર્યાવરણ પર કેટલુ નુકસાન કરે છે. કંન્ઝર્વેશન પત્રીકામાં પ્રકાશિત કરવામાં આવેલા હાલના લેખમાં કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા સ્માર્ટ ફોનના નિર્માણના કારણે પૃથ્વીને લઇને રહેલા નુકસાનની વાત કરી છે. પૃથ્વીના પર્યાવરણને જે રીતે નુકસાન થઇ રહ્યુ છે તે રીતે તમામ મુદ્દા પર વાત કરી હતી.
એમ માનવામાં આવે છે કે આગામી વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦ સુધી દુનિયામાં આશરે પાંચ અબજ લોકોની પાસે સ્માર્ટ ફોન થઇ જશે. હેન્ડસેટના નિર્માણમાં ખુબ જ દુર્લભ અને કિંમતી ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વગર સ્માર્ટ ફોનની મહત્વપૂર્ણ ટેકનોલોજિકલ ફિચરની કલ્પના કરી શકાય નહીં. આમાં ઉપયોગ કરવામાં આવતી ચીજા અંગે ખુબ ઓછા લોકોને માહિતી છે. જા કે ટર્બિયમ ૧૪ ટકા અને તાંબાનો સાત ટકા પ્રયોગ આમાં કરવામાં આવે છે. લોખંડનો ઉપયોગ સ્પીકર, માઇક્રોફોનો અને સ્ટેનલેસ સ્ટીલના ફ્રેમમાં થાય છે. એલ્યુમિનિયમનો ઉપયોગ સ્ટેનલેસ સ્ટીલ ના વિકલ્પ ઉપરાંત સ્માર્ટફોનના સ્ક્રીનમાં ઉપયોગી મજબુત ગ્લાસના નિર્માણ માટે કરવામાં આવે છે. જ્યારે તાંબાનો ઉપયોગદ ઇલેક્ટ્રોનિક વાયરિંગમાં કરવામાં આવે છે.
આ ચીજોને પૃથ્વીમાંથી કાઢતી વેળા કેટલાક ઠોસ અને પ્રવાહી ચીજા પણ બહાર નિકળે છે. જેને માઇન ટૈલિગ્સ પણ કહેવામાં આવે ચે. બ્રાજિલમાં બેન્ટો રોડ્રિગ્સ ગામ નવેમ્બર ૨૦૧૫માં આ ઝેરી કચરાની નીચે દબાઇ જતા અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. આવી જ રીતે મિનાસ ગેરાઇસ સ્થિત એક લોખંડની ખાણ પર બંધ તણાઇ જવાના કારણે ૩.૩ કરોડ ઘન મીટર લોખંડ વહીને ડોસ નદીમાં પહોંચી જતા ભારે નુકસાન થયુ હતુ. આસપાસના કેટલાક ગામો જળબંબાકાર થઇ ગયા હતા. જેમાં ૨૦ લોકોના મોત પણ થઇ ગયા હતા. આ ચીજો ૬૫૦ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઇ જતા કેટલાક નવા પડકારો સર્જાયા હતા. જાણકાર નિષ્ણાંતો કહે છે કે જે રીતે નવી નવી ટેકનોલોજીની ભુખ વધશે તેમ તેમ કચરાને રોકનાર બંધની સંખ્યા વધી જશે. કદમાં પણ વધારો થશે. બંધ તુટી જવાનો ખતરો પણ રહેશે. સ્માર્ટ ફોનમાં કનેક્ટર બનાવવા માટે સોનાની જરૂર પડે છે. જો કે દક્ષિણ અમેરિકામાં સોનાની ખાણ પ્રવૃતિના કારણે અમેઝોનના વન્ય વિસ્તાર સાફ થઇ રહ્યા છે. સોનાની ખાણ પ્રવૃતિના કારણે ઝેરી ચીજા બહાર આવી રહી છે. આ ઝેરી ચીજા પીવાના પાણી અને માછળીના અÂસ્તત્વની સામે ખતરારૂપ છે.
માનવ આરોગ્ય માટે પણ પડકારરૂપ છે. નિષ્ણાંતો કહે છે કે ઇલેક્ટ્રોનિક્સમાં સોલ્જરિગ માટે ટિનનો ઉપયોગ કરવામા ંઆવે છે. સ્માર્ટફોનની સ્ક્રીન પર ઇન્ડિયન ટિન ઓક્સાઇડની પાતલી પારદર્શી પરત હોય છે. જે ટચ સ્ક્રીન માટે ઉપયોગી હોય છે. ઇન્ડોનેશિયાના બાંગ્કા અને આસપાસના વિસ્તારમાં ટિનની ખાણ પ્રવૃતિ ચાલી છે. આના કારણે કિંમતી ઇકોસિસ્ટમ નષ્ટ થઇ રહ્યા છે. અનેક દુર્લભ ચીજોનો ઉપયોગ સ્માર્ટ ફોનની કલ્પના કરી શકાય નહીં. આમાંથી મોટા ભાગની વસ્તુઓ ખાણ પ્રવૃતિ મારફતે બહાર નિકળે છે. સ્માર્ટ ફોનની ડિઝાઇન અને ફ્કશનમાં આનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.
સ્માર્ટફોનના સ્પીકરો, માઇઉક્રો ફોનો અને વાયબ્રેશન માટે જરૂરી શÂક્તશાળી મોટરો અને ચુમ્બકનનુ નિર્માણ નિયોડાઇમિયમ, ડિસ્પ્રોસિયમ નામના રેયર અર્થ ચીજો માટે કરવામાં આવે છે. નવેસરના અંદાજ મુજબ આગામી ૩૦તી ૫૦ વર્ષમાં ટર્બિયમ અને ડિસ્પ્રોસિયનુ સંકટ સર્જાઇ જશે. સ્માર્ટ ફોન વગર હવે કોઇને ચાલે તેમ નથી. તેના વગર લાઇફની કલ્પના કરવી મુશ્કેલ હોય છે. બીજી બાજુ સ્માર્ટ ફોન અને મોબાઇલના કારણે પર્યાવરણ અને જુદી જુદી જાતિઓના પક્ષીઓને થઇ રહેલા નુકસાનના સમાચાર વારંવાર આવતા રહે છે. પર્યાવરણને મોબાઇલની કિરણોના કારણે નુકસાન થઇ રહ્યુ છે. કેટલાક પક્ષીઓની જાતિઓ તો ખતમ થઇ ગઇ છે. સ્માર્ટ ફોનના પર્યાવરણ પર પ્રભાવને ઘટાડી દેવા માટે ફોન નિર્માતાઓએ પ્રોડક્ટસની અવધિ વધારી દેવાના પ્રયાસ કરવા જાઇએ. સાથે સાથે રિસાઇક્લિંગના તરીકે શોધવા પડશે. સાથે સાથે ગ્રાહકોના રૂપમાં અમને વારંવાર સ્માર્ટ ફોન બદલી નાંખવાની ટેવ છોડવી પડશે.જા કે સલાહ સુચન યુવાનો વહેલી તકે સ્વીકારી શકે નહીં.