ટ્રેન્ટબ્રીજ : વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. હવે આવતીકાલે આ જ ક્રમમાં શક્તિશાળી ન્યુઝીલેન્ડની ટક્કર દક્ષિણ આફ્રિકાની સામે થનાર છે. ન્યુઝીલેન્ડની ટીમ મેદાનમાં હોટફેવરીટ તરીકે ઉતરનાર છે. ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી ટ્રેન્ટબ્રીજ ખાતેથી કરવામાં આવનાર છે. આફ્રિકાની ટીમ આ વખતે ફ્લોપ સાબિત થઇ છે. તેના બેટ્સમેનો અને બોલરો કોઇ ખાસ કમાલ કરી શક્યા નથી. આફ્રિકાની ટીમ આ વખતે તમામ મોટી ટીમો સામે હારી ચુકી છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડની ટીમ દાવેદાર તરીકે છે.
કમનસીબ રીતે વર્લ્ડ કપ તાજથી દુર રહેલી ન્યુઝીલેન્ડની ટીમ આ વખતે કેન વિલિયમસનના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી છે. કેન વિલિયમસનની કેપ્ટનશીપના કારણે ન્યુઝીલેન્ડની ટીમ ઉંચા સ્તર પર પહોંચી ગઇ છે.ટીમમાં રોસ ટેલર જેવો પ્લેયર છે. જે સતત શાનદાર દેખાવ કરી રહ્યો છે. રોસ ટેલરની સરેરાશ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં ક્રમશ ૬૦.૫૦, ૯૧.૨૯ અને ૭૪.૧૩ રનની રહી છે. આ ઉપરાંત ટીમમાં માર્ટિન ગુપ્ટિલ જેવો ધરખમ ઓપનિંગ બેટ્સમેન છે. જે દુનિયાના કોઇ પણ બોલરને મેદાનની ચારેબાજુ ફટકારવાની ક્ષમતા ધરાવે છે. ટીમમાં હેનરી નિકોલસ, કોલિન મુનરો ફમ આક્રમક બેટિંગ કરવા માટે જાણીતા રહ્યા છે. વર્લ્ડ કપમાં તે ચોથા નંબરની ટીમ તરીકે મેદાનમાં ઉતરી રહી છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે
જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમી રહી છે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી,
આફ્રિકા : ડુ પ્લેસીસ (કેપ્ટન), હાસીમ અમલા, ડીકોક, વાનડેર, ડ્યુમિની, માર્કરામ, ડેવિડ મિલર, લુંગીગીડી, ક્રિસ મોરિસ, ફેલુકવાયો, પ્રિટોરિયસ, રબાડા, શામ્સી, ડેલ સ્ટેઇન, ઇમરાન તાહીર