આજના આધુનિક સમયમાં વિડિયો કોન્ફરેન્સિંગ એપનુ મહત્વ વધી રહ્યુ છે. વિડિયો કોન્ફ્રેન્સિંગ એપ મારફતે તમે કોઇ પણ જગ્યા પરથી પોતાની ટીમ સાથે મિટિગ શરૂ કરી શકો છો અને તમામ માહિતી સાથે વાકેફ રહી શકો છે. આધુનિક સમયમાં કેટલાક શાનદાર વિડિય કોન્ફ્રેન્સિંગ એપ રહેલા છે. કામ કરતી વેળા વિડિયો કોલ્સ કરવાની બાબત પહેલા કયારેય આટલી સરળ અને સસ્તી ન હતી. હવે આ ખુબ સસ્તી સેવા બની ચુકી છે. આપને આપના સાથીઓ અને બિઝનેસ પાર્ટનર સાથે જાડાઇને રહેવા માટે સારા હેન્ડસેટમાં રોકાણ કરવાની જરૂર રહેલી છે. કોર્પોરેટ અને વિશ્વાસપાત્ર સર્વિસની માંગ કરનાર લોકો માટે કેટલીક એપ રહેલી છે. આવા લોકો માટે એવા ટુલ્સ રહેલા છે જે વિડિયો કોન્ફ્રેન્સિંગને વધારે પોષાય તેવા એપ્લીકેશન બનાવી દે છે. સ્કાઇપવિડિયો કોલિંગ માટે સૌથી લોકપ્રિય અને પસંદગીના એપ્લીકેશન તરીકે છે. પરંતુ તેમાં થર્ડ પાર્ટી પ્લગઇન ન હોવાના કારણે વન ટુ વન કોમ્યુનિકેશન જ સરળ રહે છે. કેટલાક વિડિયો કોન્ફ્રેન્સિંગ એપ્સ ખુબ ઉપયોગી બની ગયા છે.
જે અંગે વાત કરવામાં આવે તો જાણી શકાય છે કે સ્થિતી સરળ બનાવવામાં તે ઉપયોગી છે. ગો ટુ મિટિગની વાત કરવામાં આવે તો તે એક લોકપ્રિય વિડિયો કોન્ફ્રેન્સિંગ એપ છે. જે દુનિયામાં કોિ પણ જગ્યાએથી કામ કરવાની મંજુરી આપે છે. આ સૌથી વધારે ઓછા સબ્સ્કિ્રપ્શનમાં ૧૫ અને વધુમાં વધુ ૨૫ લોકોને સપોર્ટ કરે છે. આ એપ ફોન અથવા તો ટેબલેટથી મિટિંગમાં ભાગ લેવા અથવા તો મિટિંગ હોસ્ટ કરવાની મદદ આપે છે. આપ મિટિંગમાં તમામની સાથે ફુલ ડિવાઇસ સ્ક્રીન શેયર કરી શકો છો. ઇઝ ટોક ફ્રી ક્લાઉડ મિટિગ પણ ઉપયોગી એપ છે. જ્યારે તમે મુસાફરી કરી રહ્યા છો ત્યારે તે વધારે ઉપયોગી સાબિત થાય છે. કોઇ વેબ મિટિંગ, કોન્ફ્રેન્સિંગકોલ, વ્હાઇટ બોર્ડ મિટિંગ અથવા તો ઓનલાઇન મિટિંગનુ આયોજન કરવા માટે ઇચ્છો છો તો તે ઉપયોગી સાબિત થાય છે. આ એપ આપને વિડિયોજ, ડોક્યુમેન્ટ, ઓડિયો શેયર કરે છે. આની તમામ સુવિધા પુરી પાડે છે. જ્યારે આપ આને પોતાની કંપનીના પોર્ટલથી ઇન્ટીગ્રેટ કરો છો ત્યારે તે ૧૦૦ લોકો સાથે જોડાઇ શકે છે. હેન્ગઆઉટ્સ મીટ પણ ઉપયોગી એપ છે. આની મદદથી મિટિગ કરવાની બાબત સરળ બની જાય છે. માત્ર એક મિટિંગ સેટ અપ કરવાની જરૂર છે. સાથે સાથે લિંક શેયર કરવાની જરૂર છે.
આ બાબતને લઇને ચિંતા કરવાની જરૂર નથી કે શુ ટીમના સાથીઓ પાસે એકાઉન્ટ અથવા તો પ્લગ ઇન છે કે કેમ. ફાસ્ટ ઇન્ટરફેસ અને સ્માર્ટ પાર્ટિસિપેન્ટ મેનેજમેન્ટથી મલ્ટીપર્સન વિડિયો કોલ્સ થઇ શકે છે.ઝુમ ક્લાઉડ મિટિંગ કોઇ પણ જગ્યાએથી કનેક્ટ રહેવાની સુવિધા આપે છે. મિટિંગની શરૂઆત કરો અને તેને જ્વાઇન કરો. આપ ૧૦૦ લોકોની સાથે ફેસ ટુ ફેસ વિડિયોની સાથે મિટિંગ કરી શકો છો. આમાં હાઇ ક્વાલિટી સ્ક્રીન શેયરિંગ છે. આમાં માત્ર ઓડિય.ો અથવા તો ટેક્સ્ટ ચૈટ ફિચર પણ છે. તેના ફ્રી વર્જન લિમિટેડ છે. પરંતુ ખુબ શાનદાર રીતે કામ કરે છે. આના ઇન્ટરફેસને એ રીતે ડીઝાઇન કરવામાં આવે છે કે ટીમ અને રિમોટ કર્મચારીઓની સાથે કોલાબેરશન કરી શકે છે. પોતાના મોબાઇલ પર એક ટચ કરીને દરેક ટીમ મેમ્બર મિટિગમાં સામેલ થઇ શકે છે. સિસ્કો વેબેક્સ પણ ખુબ ઉપયોગી ટુલ્સ છે. જો તમે ઓફિસથી દુર છો તો તે આપને કોઇ પણ જગ્યાએથી મિટિંગ કરવાની સુવિધા આપે છે. ત સ્ક્રીન શેયર, ચેટ, જેવી સુવિધા આપે છે. આપ સીધી રીતે એપ સાથે મિટિંગ શેડ્યુલ કરી શકો છો. આમાં વિડિયો ક્વાલિટી ખુબ શાનદાર છે. જુદા જુદા પ્રકારની એપ દ્વારા સુવિધા મેળવી શકાય છે. હજુ પણ ઓફિસમાં કામ કરતા અને વારંવાર બહાર જતા અધિકારીઓ માટે સીધી રીતે મિટિંગ કરી શકાય તે માટેના નવા નવા એપની શોધ ચાલી રહી છે.
દુનિયાના દેશોના નિષ્ણાંતો આ કામગીરીમાં લાગેલા છે. વધુ સફળતા મળી શકે છે. હાલમાં ઉપલબ્ધ રહેલી શાનદાર વિડિયો કોન્ફ્રેન્સિંગ એપ પણ ઉપયોગી છે. ખાસ પ્રકારની વિડિયો એપને ખાસ નામ આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ આધુનિક સમયમાં દિન પ્રતિદિન વલધી રહ્યો છે.