નવી દિલ્હી : ભારત અને મ્યાનમારની સેનાએ તેમના સંબંધિત સરહદી વિસ્તારમાં ૧૬ મેથી ત્રણ સપ્તાહ માટે લશ્કરી ઓપરેશન હાથ ધર્યું છે. મણિપુર, નાગાલેન્ડ, આસામમાં સક્રિય રહેલા કેટલાક આતંકવાદી સંગઠનોને ટાર્ગેટ બનાવીને આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સંરક્ષણ સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, મ્યાનમાર સરહદ ઉપર ત્રણ મહિના અગાઉ ઓપરેશન સનરાઇઝનો પ્રથમ તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર પૂર્વ સ્થિત આતંકવાદી સંગઠનનોના કેમ્પનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. મ્યાનમાર ભારતના વ્યૂહાત્મક પડોશી દેશો પૈકી એક દેશ છે અને તે ઉત્તર પૂર્વ રાજ્યોની સાથે ૧૬૪૦ કિલોમીટરની સરહદ ધરાવે છે.
નાગાલેન્ડ અને મણિપુર સહિતના રાજ્યોમાં તેની સરહદો રહેલી છે. ભારતે બંન્ને દેશો વચ્ચે સંકલન જાણવી રાખીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. મ્યાનમારમાં સેનાની સાથે મળીને જુદા જુદા વિસ્તારોમાં આતંકવાદી સંગઠનનોના કેમ્પનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. કેએલઓ, એનએસસીએન, યુનાટેડ લિબરેશન ફ્રટ ઓફ આસામ અને અન્ય બળવાખોર સંગઠનોના કેમ્પનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન છ ડઝનથી વધુ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના કેમ્પોનો સફાયો થયો છે. આ ઓપરેશન લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. ઈન્ટેલિજન્સ માહિતી અને જમીની પરિસ્થિતિના આધાર પર હવે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય સેના ઉપરાંત આસામ રાઈફલના જવાનો પણ આ ઓપરેશનમાં સામેલ થયા છે.
અન્ને નોંધનીય છે કે, જુન ૨૦૧૫માં ભારતીય સેનાઓ ભારત-મ્યાનમાર સહરદ નજીક વિસ્તારોમાં આતંકવાદીઓ સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બળવાખોરો માર્યા ગયા હતા. મણિપુરમાં સેનાના ૧૮ જવાનોને હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ભારતે મ્યાનમાર ઘુસેની આક્રમક કાર્યવાહી કરી હતી. ઓપરેશન સનરાઇઝના પ્રથમ તબક્કામાં ભારતીય સેનાએ મ્યાનમાર રહેલા બળવાખોર સંગઠન અરાકન સામે કાર્યવાહી હાથ ધરી હતી. ભારતીય સેનાએ હાલના દિવસોમાં મોટા ઓપરેશનોને પાર પાડ્યા છે. જેમાં મ્યાનમાર ઉપરાંત પાકિસ્તાનમાં ઘુસીને પણ ઓપરેશનનો પાર પાડવામાં આવ્યા છે.