અમદાવાદ : દેશભરમાં મેચને લઈને આજે હજારો કરોડનો સટ્ટો ખેલાયો હોવાના અહેવાલ મળ્યા છે. રવિવારના દિવસે મેચ હોવાથી વધારે રોમાંચની સ્થિતિ રહી હતી. સટ્ટાબજારના સુત્રોના કહેવા મુજબ આ મેચ ઉપર પાંચ સ્તર ઉપર સટ્ટો લગાડવામાં આવ્યો હતો. જેમાં મેચમાં જીત હાર, ટોસ, પહેલા બેટિંગ અને રન બનાવવાના લઈને સટ્ટો લાગ્યો હતો. દિલ્હી અને એનસીઆરમાં બે થી ત્રણ હજાર કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો હતો. જાકે, મેચ શરૂ થતા પહેલા જ રેટમાં ફેરફાર થયા હતા.
વિશ્વ કપના હાઈ પ્રોફાઇલ મેચને લઈને ચાર દિવસથી સટ્ટા બજાર સક્રિય છે. ભારતની જીત ઉપર ૧-૬નો અને પાકિસ્તાનની જીત ઉપર ૧-૮નો ભાવ બોલાયો હતો. શનિવારે આ ભાવ ૧-૩ અને ૧-૨૦ થયો હતો. હાર જીત ઉપરાંત ટોપ ઉપર પણ સટ્ટો ખેલાયો હતો. વરસાદ હોવા અને ન હોવા ને લઈને પણ સટ્ટો રમાયો હતો. વરસાદ થવાની સ્થિતિમાં મેચ રદ્દ થાય તો તેને લઈને પણ સટ્ટાની સ્થિતિ રહી હતી. સટ્ટા બજાર નુકસાન થવાના મામલામાં વિશ્વાસ કરતા નથી. ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારતના રેટિંગમાં સુધારો થયો છે અમે માનવામાં આવે છે કે, ભારત પાકિસ્તાન ઉપર મોટા અંતરથી જીત મેળવી શકે છે.
ભારત અને પાકિસ્તાનની મેચને લઈને સવારથી જ સટ્ટોડિયા પણ સટ્ટામાં લાગેલા હતા. બીજી બાજુ પોલિસ ટીમે પણ સટ્ટાબાજી પર સાપતી નજર રાખી હતી. જાકે, સટ્ટાબાજા પોલિસની બાજ નજરથી બચવામાં સફળ રહ્યા હતા. ક્રિકેટ ચાહકો પણ આધુનિક સમયમાં નાના મોટા સટ્ટા રમતા થઈ ગયા છે.