થોડાક વર્ષોમાં ભારત સહિતના દુનિયાના દેશોમાં ઉપલબ્ધ બનવા જઇ રહેલી ફાઇવ જી ટેકનોલોજી વાત કરવા , કાર ચલાવવા અને અન્ય તમામ બાબતોના અંદાજને સંપૂર્ણપણે બદલી નાંખશે.જો કે ભારતમાં ફાઇવ જી ટેકનોલોજી વર્ષ ૨૦૨૨ પહેલા ઉપલબ્ધ થઇ શકશે નહીં. ફાઇવ જી ટેકનોલોજી આધારિત મોબાઇલ સેવા ખેડુતોને પાક અને જમીનના સંબંધમાં ખાતરોના ઉપયોગ ખાદ્યના ઉપયોગ અને પાણીના યોગ્ય પ્રમાણના સંબંધમાં પણ માહિતી આપશે. સેટેલાઇટ અને ડ્રોન મારફતે તેની મદદ તમામ ખેડુત સમુદાયના લોકોને મળનાર છે. ભારતમાં ફાઇવ જી ટેકનોલોજી માટે પ્રયાસ હાલમાં શરૂઆતી તબક્કામાં છે. પરંતુ દક્ષિણ કોરિયા, જાપાન અને ચીન આગામી બે વર્ષમાં આ સેવાનો લાભ લેતા થઇ જાય તેમ માનવામાં આવે છે.
ફોન કરવાવાળાનો થ્રીડી ફોટો દેખાશે અને તેમની સાથે વાતચીત કરી શકાશે. હાલના ફોરજી નેટવર્કને બદલી નાંખવાના બદલે ફાઇવ જી તેને વધારે યોગ્ય અને આદર્શ બનાવશે. આ મોબાલ બ્રોડબેન્ડની બૈન્ડવિડથ, ક્ષમતા, અને કોઇ પણ અડતણ વગર નેટવર્કમાં ઉલ્લેખનીય સુધારો કરનાર છે. આના માટે મોબાઇલ ટાવર અને ઇમારતો પર હજારો નાના શક્તિશાળી નેનો એÂન્ટના લગાવવામાં આવશે. જે ફાઇવ જી મોબાઇલની ગતિને ૧૦૦ એમબીપીએસથી વધારીને ૧૦ જીબીપીએસ કરી દેશે. વધારે સારા નેટવર્ક અને ઇન્ટરનેટ સ્પીડની માંગ આજની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે. કારણ કે અમે ટેકનોલોજી અને ઓનલાઇન સેવા પર ઝડપથી આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આવી સ્થિતીમાં ફાઇવ જી દુરસંચાર સેવા માટે દેશમાં ખુબ પહેલાથી જ ફાઇવ જીને લઇને ચર્ચા શરૂ કરવામાં આવી ચુકી છે.
પરંતુ દુરસંચાર સચિવ અરૂણા સુન્દરરાજને કહ્યુ છે કે દેશમાં ફાઇવ જી સેવા ૨૦૨૨ પહેલા મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ડિયા માટે સ્માર્ટ મુળભુત માળખાની પણ જરૂર છે. ફાઇવ જી માટે શરૂઆતી દોરની તૈયારી પણ વર્ષ ૨૦૨૦ પહેલા શરૂ કરી શકાશે નહીં. નવી ફાઇવ જી ટેકનોલોજીમાં વધારે સારા નેટવર્ક અને વીજળીનો ઓછો ઉપયોગ અને હાઇ સ્પીડ ડાઉનલોડ ક્ષમતાના દાવા પહેલાથી જ કરવામાં આવી રહ્યા છે. ફાઇવ જી ટેકનોલોજીના માધ્યમથી ઓટોમેટિક વાહનોને ચલાવવા, રોબોટિક સર્જરી અને હોલોગ્રાફિક કોલ પણ કરવામાં આવી શકે છે. આ જ કારણ છે કે જે ક્ષેત્રોમાં તેની સૌથી વધારે માંગ રહેશે ત્યાં જ તેને સૌથી પહેલા આપવામાં આવનાર છે. આગામી પેઢીની ટેકનોલોજી તરીકે આને ગણવામાં આવે છે. ફાઇવ જી ટેકનોલોજી માત્ર મોબાઇલ ફોન સુધી જ મર્યાિદત રહેનાર નથી. તેનો ઉપયોગ ઓટોમેટિક કાર, વધારે વાસ્તવિક અનુભવવાળા વિડિયો ગેમ્સ, રોબોટિક સર્જરી ઉપરાંત થ્રીડી હોગ્રાફિક કોલ માટે પણ કરવામાં આવી શકે છે. ફાઇવ જી ટેકનિક પર આધારિત આ આધુનિક સુવિધા ખેડુતોને પાક, જમીનના પ્રકાર, જમીનની ફળદ્રુપતા અને અન્ય બાબતો અંગે ઉપયોગી માહિતી આપશે. પાણીના પ્રમાણ, જન્તુનાશકના ઉપયોગની માહિતી પણ સેટેલાઇટ્સ અને ડ્રોન મારફતે ઉપલબ્ધ કરાવશે.