યોગેશ ત્રિપાઠી હપ્પુ સિંહ તરીકે જાણીતો થઈ ગયો છે. . &TV પર હપ્પુ કી ઉલટન પલટનમાં નટખટ કાનપુરિયા એન્ટિક્સથી તેણે દર્શકોને મોહિત કર્યા છે. વ્યસ્ત શૂટના શિડ્યુલને ધ્યાનમાં લેતાં યોગેશ મોટે ભાગે તેના ૭ વર્ષના પુત્ર સાથે સમય વિતાવે છે, પરંતુ રજાના દિવસોમાં તે અને પરિવાર જોડે હોય તેની ખાતરી રાખે છે. ફાધર્સ ડે હવે નજીક આવી રહ્યો છે ત્યારે યોગેશ પુત્ર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવા સાથે આ દિવસને વિશેષ પણ બનાવવા માગે છે.
આ અભિનેતા કહે છે, હું હપ્પુ કી ઉલટન પલટન હોય કે ભાભીજી ઘર પર હૈ હોય, સડસડાટ ૧૨ કલાક શૂટ કરું છું. મોટે ભાગે હું ઘેર જાઉં અને પાછો મારા શૂટ પર આવું ત્યારે મારો પુત્ર સૂતેલો હોય છે. જોકે મારા રજાના દિવસોમાં અને વહેલા પેક-અપ્સ સમયે હું તેની સાથે સમય અચૂક વિતાવું છું. અમુક વાર મને ચિંતા થાય છે પરંતુ મોટા ભાગના સમયે હું તેમની જોડે રહેવાની અને તેમની બધી જરૂરતો પૂરી કરવાની ખાતરી રાખીને ભરપાઈ કરી દઉં છું. મારું બાળપણ બહુ મુશ્કેલ હતું. આથી મારા બાળકોને તેમનાં સપનાં સાકાર કરવા માટે શ્રેષ્ઠ પૂરું પાડવા માગું છું અને નવી ઊંચાઈએ જોવા માગું છું. હું અને મારી પત્ની તેની અંદર મૂલ્યોનું સિંચન થાય તેનું ધ્યાન રાખીએ છીએ અને તેનાં લક્ષ્યો પરિપૂર્ણ કરવા માટે બહુ મહેનત લઈએ છીએ.
યોગેશ એમ પણ કહે છે કે હું તેને બધું જ આસાનીથી મળી જાય એવું ચાહતો નથી. તેને સંઘર્ષની શક્તિ પણ સમજાવવા માગું છું. હું માનું છું કે સખત મહેનત અને કટિબદ્ધતા સફળતાના મુખ્ય પાયા છે અને અમે તેની અંદર તે કેળવણી કરીએ છીએ.
યોગેશે આ ફાધર્સ ડે પર પુત્ર સાથે આખો દિવસ વિતાવવાની યોજના ઘડી કાઢી છે. તેઓ ભોજન માટે બહાર જશે, ફિલ્મ જોશે અને ગેમ્સ રમશે. તેણે સરપ્રાઈઝ આપવા માટે સ્પેશિયલ ગિફ્ટ પણ લીધું છું.
આગામી એપિસોડમાં દર્શકોને દરોગા અને તેની પત્ની, નવ બાળકો અને વાતવાતમાં ટકોર કરતી માતાના જીવનના અત્યંત હાસ્યસભર કિસ્સા જોવા મળવાના છે.