જરૂર જ્યારે ઓપરેશનની હોય છે ત્યારે માત્ર પાટા બાંધવાથી કોઇ કિંમતે કામ ચાલતુ નથી. છતાં સરકાર ઓપરેશનથી બચવા માટે હમેંશા નવા નવા પ્રયોગ કરતી રહે છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઇને થઇ રહેલા પ્રશ્નો પણ આવા જ છે. આ જીન પણ સતત ધુણે છે. આ ભુત વારંવાર બોટલમાંથી બહાર આવી જાય છે અને થોડાક સમય સુધી હોબાળો મચાવે છે. હાલમાં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હમેંશાની જેમ ફરી એકવાર પ્રશ્નો ઇવીએમને લઇને થઇ રહ્યા છે. કોર્ટમાં અપીલ પણ ચૂંટણી રદ કરવાની માંગને લઇને કરવામાં આવી હતી. ચૂંટણી વેળા બે ત્રણ વખત મશીનમાં ખામી સર્જાઇ ગઇ હતી. જેના કારણે સમગ્ર પ્રક્રિયાને રોકી દેવાની પણ ફરજ પડી હતી. ભારે ધાંધલ ધમાલ અને હોબાળાની વચ્ચે આ ચૂંટણી યોજાઇ હતી.
વિવાદો વચ્ચે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ફરી પ્રશ્નો થયા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ અને અન્ય પાર્ટીઓના લોકો પણ ઇવીએમ સાથે ચેડા કરવાના આરોપ લગાવીને ચૂટણી નવેસરથી કરવાની માંગ કરી છે. ખાસ બાબત એ છે કે ચૂંટણી પંચે હવે ઇવીએમ મશીનોને લઇને પોતાને દુર કરી લીધા છે. પારદર્શકતા લાવવા માટે તમામ જગ્યાએ વીવીપેટનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો ન હતો. ચૂંટણી લોકસભાની હોય કે પછ રાજ્ય વિધાનસભાની હોય કે પછી વિદ્યાર્થીઓની ચૂંટણી હોય પ્રક્રિયા તમામમાં એક સમાન હોય છે. નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીનો મુખ્ય હેતુ રહે તે જરૂરી છે. લોકશાહીનો અર્થ માત્ર ચૂંટણી યોજવા સાથે સંબંધિત બાબત નથી. ચૂંટણીની પારદર્શકતા સામે ઉઠનાર દરેક પ્રશ્નોનો જવાબ પણ લોકોને મળે તે જરૂરી છે.
લોકશાહીમાં તમામ બાબતો પારદર્શક રહે તેના પર ઉચ્ચ સ્તરે કામ થાય તે પણ સમયની માંગ છે. ચૂંટણી અનેક પ્રશ્નો ઉભા કરે છે જેના જવાબ મળવા જરૂરી છે. ઇવીએમને લઇને અનેક પ્રકારના પ્રશ્નો થઇ રહ્યા છે અને રાજકીય પક્ષો દુવિધામાં છે ત્યારે ચૂંટણી પંચે આ બાબતમાં વધારે બેઠક યોજીને હમેંશા માટે આવા વિવાદનો અંત લાવવો જાઇએ. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓજ્યારે જીતે છે ત્યારે આવા પ્રશ્નો કરતી નથી પરંતુ જ્યારે તેમની હાર થઇજાય છે ત્યારે પ્રશ્નો કરવામાં આવે છે. આવી Âસ્થતીમાં કોઇ પણ પ્રકારના ભ્રમ ન રહે તે પણ જરૂરી છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલા છેલ્લી ઘડીએ કોર્ટમાં રજૂઆત કરીને તમામ ઇવીએમની સાથે વીવીપેટ લાગી કરવાની વાત કરવામાં આવી હતી. જા કે કોર્ટે આવી કોઇ બાબતમાં ધ્યાન આપ્યુ ન હતુ. રાજકીય પક્ષો આટલા મોડેથી જાગે છે તેવા પ્રશ્ન ઉઠ્યા હતા. બીજી બાજુ ચૂંટણી પંચે વિતેલા વર્ષોમાં રાજકીય પક્ષોની તકલીફને દુર કરવા અને તેમનામાં વિશ્વાસ જગાવવા માટે ખુલ્લા મંચ પર ઇવીએમમાં ખામી કાઢવા માટે પડકારો ફેંકયા હતા. જા કે આવા કોઇ દાવા વિરોધ પક્ષો યોગ્ય સાબિત કરી શક્યા ન હતા.