માન્ચેસ્ટર : ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ, થ્રીલર અને દિલધડક મેચ આવતીકાલે ઇંગ્લેન્ડના ઓલ્ડડ્રેફર્ડ માન્ચેસ્ટર ખાતે રમાનાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોમાં હાઈએસ્ટ ઇનિંગ્સ ટોટલ અને લોએસ્ટ ઇનિંગ્સ ટોટલના આંકડા નીચે મુજબ છે.
હાઈએસ્ટ ઇનિંગ્સ ટોટલ
- વિશાખાપટ્ટનમમાં વર્ષ ૨૦૦૪-૦૫ સિઝનમાં ભારતે નવ વિકેટે ૩૫૬ રન કર્યા
- ૨૦૦૩-૦૪ની સિઝનમાં કરાંચીમાં ભારતે ૭ વિકેટે ૩૪૯ રન કર્યા
- ૨૦૦૩-૦૪ની સિઝનમાં કરાંચીમાં પાકિસ્તાને આઠ વિકેટે ૩૪૪ રન કર્યા
- ૨૦૧૭માં લંડન ખાતે પાકિસ્તાને ચાર વિકેટે ૩૩૮ રન કર્યા
- ૨૦૧૧-૧૨માં શેરે બાંગ્લામાં ભારતે ચાર વિકેટે ૩૩૦ રન કર્યા
- ૨૦૦૮માં શેરે બાંગ્લામાં ભારતે આઠ વિકેટે ૩૩૦ રન કર્યા
લોએસ્ટ ઇનિંગ્સ ટોટલ
- ૧૯૭૮-૭૯માં શિયાલકોટમાં ભારત ૩૪.૨ ઓવરમાં ૭૯ રનમાં આઉટ
- ૧૯૮૪-૮૫માં શારજહાંમાં પાકિસ્તાન ૩૨.૫ ઓવરમાં ૮૭માં ઓલઆઉટ
- ૧૯૮૯-૯૦માં ગદ્દાફી સ્ટેડિયમમાં ભારત ૩૦.૨ ઓવરમાં ૧૧૨ રનમાં ઓલઆઉટ
- ૧૯૯૭માં ટોરેન્ટોમાં પાકિસ્તાન ૪૫ ઓવરમાં ૧૧૬માં ઓલઆઉટ
- ૧૯૯૮-૯૯માં શારજહાંમાં ભારત ૪૫ ઓવરમાં ૧૨૫માં ઓલઆઉટ
સૌથી મોટી જીત
- ૨૦૧૭માં લંડનમાં ઓવલમાં પાકિસ્તાનની ૧૮૦ રને જીત
- ૨૦૦૪-૦૫માં પાકિસ્તાનની ૧૫૯ રને જીત
- ૧૯૯૮-૯૯માં જયપુરમાં પાકિસ્તાનની ૧૪૩ રને જીત
- ૨૦૦૮માં શેરે બાંગ્લામાં ભારતની ૧૪૦ રને જીત
- ૧૯૯૮માં ટોરેન્ટોમાં પાકિસ્તાનની ૧૩૪ રને જીત
- ૨૦૧૭માં એજબેસ્ટનમાં ભારતની ૧૨૪ રને જીત
- ૧૯૯૮-૯૯માં ચિન્નાસ્વામીમાં પાકિસ્તાનની ૧૨૩ રને જીત
સૌથી નાની જીત
- ૧૯૭૮-૭૯માં અયુબ નેશનલ સ્ટેડિયમમાં ભારતની ચાર રને જીત
- ૧૯૯૧-૯૨માં શારજહાંમાં પાકિસ્તાનની ચાર રને જીત
- ૨૦૦૩-૦૪માં કરાંચીમાં ભારતની પાંચ રને જીત
- ૧૯૮૯-૯૦માં ગુજરાનવાલામાં પાકિસ્તાનની સાત રને જીત
- ૨૦૦૫-૦૬માં અરબાદ ખાતે પાકિસ્તાનની સાત રને જીત
સૌથી વધુ કેરિયર રન
- સચિન તેંદુલકરે ૨૪૭૪ રન ૬૬ ઇનિંગ્સમાં બનાવ્યા
- ઇંઝમામ ઉલ હકે ૬૪ ઇનિંગ્સમાં ૨૪૦૩ રન કર્યા
- રાહુલ દ્રવિડે ૫૫ ઇનિંગ્સમાં ૨૦૦૫ રન કર્યા
- સઈદ અનવરે ૪૮ ઇનિંગ્સમાં ૨૦૦૨ રન કર્યા
- અઝહરુદ્દીને ૫૯ ઇનિંગ્સમાં ૧૬૫૭ રન કર્યા
હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર
- ૨૧મી મે ૧૯૯૭માં અનવરે ચિદમ્બરમ સ્ટેડિયમમાં ૧૯૪ રન કર્યા
- ૧૮મી માર્ચ ૨૦૧૨માં શેરે બાંગ્લા ખાતે કોહલીએ ૧૮૩ રન કર્યા
- ૫મી માર્ચ ૨૦૦૫ના દિવસે વિદર્ભમાં ધોનીએ ૧૪૮ રન કર્યા
- ૨૫મી જુલાઈ ૨૦૦૪ના દિવસે પ્રેમદાસામાં શોએબ મલિકે ૧૪૩ રન કર્યા
- ૧૬મી માર્ચ ૨૦૦૪ના દિવસે રાવલપિંડીમાં સચિને ૧૪૧ રન કર્યા
કેરિયરમાં સૌથી વધુ વિકેટ
- વાસીમ અક્રમે ૪૮ મેચોમાં ૬૦ વિકેટો ઝડપી
- સકલીન મુસ્તાકે ૩૫ મેચોમાં ૫૭ વિકેટ ઝડપી
- અનિલ કુંબલેએ ૩૪ મેચોમાં ૫૪ વિકેટો ઝડપી
- આકીબ જાવેદે ૩૯ મેચોમાં ૫૪ વિકેટો ઝડપી
- શ્રીનાથે ૩૬ મેચોમાં ૫૪ વિકેટે ઝડપી
શ્રેષ્ઠ બોલિંગ
- ૨૫મી ઓક્ટોબર ૧૯૯૧માં શારજહાંમાં અકીબ જાવેદે ૩૭ રનમાં સાત વિકેટ ઝડપી
- ૨૨મી માર્ચ ૧૯૮૫ના દિવસે શારજહાંમાં ઇમરાને ૧૪ રનમાં ૬ વિકેટો ઝડપી
- ૯મી માર્ચ ૨૦૦૫ના દિવસે કિનાન ખાતે નાવીદ ઉલ હસને ૨૭ રનમાં છ વિકેટો ઝડપી
- ૧૮મી સપ્ટેમ્બર ૧૯૯૭માં ટોરેન્ટોમાં ગાંગુલીએ ૧૬ રનમાં પાંચ વિકેટ ઝડપી
- ૭મી એપ્રિલ ૧૯૯૫ના દિવસે અકીબ જાવેદે ૧૯ રનમાં પાંચ વિકેટ ઝડપી