માન્ચેસ્ટર : વર્લ્ડ કપ ૨૦૧૯ની રોમાંચક મેચોનો દોર જારી છે. હવે વર્લ્ડ કપમાં જેની કરોડો ચાહકો રાહ જોઇ રહ્યા હતા તે હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આવતીકાલે માન્ચેસ્ટર ખાતે રમાનાર છે. મોટા ભાગના ક્રિકેટ ચાહકો માની રહ્યા છે કે આ મેચ વર્લ્ડ કપના ફાઇનલ મેચ જેવી મેચ રહેશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ તરીકે પણ આને જોવામાં આવે છે. પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટોમાં ભારત પાકિસ્તાન હેડ ટુ હેડ નીચે મુજબ છે.
વર્લ્ડકપ ક્રિકેટ
- ચોથી માર્ચ ૧૯૯૨ : સિડનીમાં પાકિસ્તાન પર ભારતની ૪૩ રને જીત
- ૯મી માર્ચ ૧૯૯૬ : બેંગ્લોરમાં ચિન્નાસ્વામી ખાતે પાકિસ્તાન પર ભારતની ૩૯ રને જીત
- ૮મી જૂન ૧૯૯૯ : ઓલ્ડટ્રેફર્ડ ખાતે પાકિસ્તાન પર ભારતની ૪૭ રને જીત
- પહેલી માર્ચ ૨૦૦૩ : સેન્ચ્યુરિયનમાં પાકિસ્તાન પર ભારતની છ વિકેટે જીત
- ૩૦મી માર્ચ ૨૦૧૧ : મોહાલીમાં પાકિસ્તાન પર ભારતની ૨૯ રને જીત
- ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ : એડિલેડમાં પાકિસ્તાન પર ભારતે૭૬ રને જીત મેળવી હતી
ચેમ્પિયન્સ ટ્રોફી
- ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૪ : પાકિસ્તાનની ભારત પર ત્રણ વિકેટે જીત
- ૨૬મી સપ્ટેમ્બર ૨૦૦૯ : સેન્ચ્યુરિયનમાં ભારત પર પાકિસ્તાનની ૫૪ રને જીત
- ૧૫મી જૂન ૨૦૧૩ : એજબેસ્ટનમાં પાકિસ્તાન પર ભારતની આઠ વિકેટે જીત
- વર્ષ ૨૦૧૭માં પાકિસ્તાને ભારત પર જીત મેળવી લીધી હતી
એશિયા કપ
- ૧૩મી એપ્રિલ ૧૯૮૪ : શારજહામાં પાકિસ્તાન પર ભારતની ૫૪ રને જીત
- ૩૧મી ઓક્ટોબર ૧૯૮૮ : ઢાકામાં ભારતની પાકિસ્તાન પર ચાર વિકેટે જીત
- ૭મી એપ્રિલ ૧૯૯૫ : ભારત પર પાકિસ્તાનની શારજહાંમાં ૯૭ રને જીત
- ૨૦મી જુલાઈ ૧૯૯૭ : ભારત પાકિસ્તાન વચ્ચે કોલંબો મેચનું પરિણામ ન આવ્યું
- ત્રીજી જૂન ૨૦૦૦ : ઢાકામાં પાકિસ્તાનની ભારત પર ૪૪ રને જીત
- ૨૬મી જૂન ૨૦૦૮ : કરાંચીમાં ભારતની પાકિસ્તાન પર છ વિકેટે જીત
- ૧૯મી જૂન ૨૦૧૦ : શ્રીલંકામાં ભારતની પાકિસ્તાન પર ત્રણ વિકેટે જીત
- ૧૮મી માર્ચ ૨૦૧૨ : ઢાકામાં ભારતની પાકિસ્તાન પર છ વિકેટે જીત
- બીજી માર્ચ ૨૦૧૪ : ઢાકામાં ભારત પર પાકિસ્તાનની એક વિકેટે જીત