જમ્મુ કાશ્મીરમાં ભારતીય રાજ્યની રાજકીય કાયદેસરતા એક નાજુક દોરીના સહારે લટકેલી છે. આ સહેરા તરીકે ઇન્સ્ટ›મેન્ટ ઓફ એક્સેશન નામની મર્જની સોદાબાજી છે. આ સમજુતી ૧૯૪૯માં શેખ અબ્દુલ્લાની સાથે કરવામાં આવી હતી. જેના કારણે કલમ ૩૭૦ને અપનાવવામાં આવી હતી. આ એકમાત્ર એવો તરીકો છે જેના મારફતે ભારતીય ગણરાજ્ય કાશ્મીર પર પોતાના અધિકાર કાયદાકીય રીતે લાગુ કરે છે. કલમ ૩૫ એને કાયમ રાખવા માટે ઐતિહાસિક, કાયદાકીય અને રાજકીય તર્ક હોઇ શકે છે પરંતુ અમને વર્તમાન ગતિરોધથી આગળ નિકળીને વિચારવાની જરૂર પડે તે સ્વાભાવિક છે. નીતિ એમ જ કહે છે કે ધ્રુવીકરણની આગને વધારે હવા આપવામાં ન આવે. તેના પર ઠંડુ પાણી નાંખવામાં આવે તો જ ફાયદો થઇ શકે છે.
લાગે છે કે કઠોર રાજ્યસત્તા અને વિનાશક કટ્ટરપંથી વચ્ચે ઝુલી રહેલા કાશ્મીરની ત્રાસદી હાલમાં જારી રહેનાર છે. હાલમાં કાશ્મીરમાં જે પ્રણાલી છે તે કેટલાક અંશે પરેશાન કરનાર પણ છે પરંતુ આ પ્રણાલીને ત્યાગ કરી દેવાનો અર્થ એ છે કે પોતાને નાપસંદ કોઇ એક નીતિને પણ અંજલિ આપવાનો છે. સાથે સાથે કાશ્મીર પર ભારતના દાવાના કાયદાકીય અધિકારને પણ છોડી દેવા સમાન છે. ત્યારબાદ એકંદરે તાકાત અને દમનની રમત જ રહી જાય છે. એક જમીની વાસ્તવિકતા એ પણ છે કે ભારતીય રાજયનુ વચનો, લોકશાહી મુલ્યો અને ભરોસાને તોડવા સાથે સંબંધિત ઇતિહાસ છે. અહીં જમીન પરસ્થિતી દમનકારી રહેલી છે. એમ લાગે છે કે કાશ્મીર મોતના સકંજામાં છે. આવી સ્થિતીમાં કાશ્મીરમાં કલમ ૩૫ને લઇને વધારે ગંભીર અને વ્યાપક ચર્ચાની જરૂર ઉભી થાય છે. જા કે કલમ ૩૫ એને વર્તમાન હાલતમાં ખતમ કરવાની બાબત આગની સાથે ખેલ કરવા સમાન છે. જા આવુ થશે તો વિશ્વાસઘાતની નિર્ણાયક કાર્યવાહી રહેશે. આ કલમને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા ઇતિહાસ અને ભુતકાળની બાબતો પર પણ વિચારણા કરી ચુકી છે. હાલમાં આ મામલો સુપ્રીમમાં છે. હવે આના પર સુનાવણી ટળી ગઇ છે. કમ સે કમ બે મામલા પુરનલાલ લખન પાલ વિરુદ્ધ ભારતના રાષ્ટ્રપતિ ૧૯૬૩ અને સમ્પત પ્રકાશ વિરુદ્ધ જમ્મુ કાશ્મીર ( ૧૯૬૯) મામલાને કોર્ટ ઉકેલી ચુકી છે.
રાષ્ટ્રપતિના આદેશમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જા ખાનગી અને આર્થિક એકીકરણની દ્રષ્ટિએ જાવામાં આવે તો કલમ ૩૫એનો મામલો એટલો સ્પષ્ટ દેખાતો નથી. ખાસ રીતે અરજીમાં વિરોધનો મુદ્દો એ છે કે નિવાસી અને બિનનિવાસી વચ્ચે કોઇ પણ પ્રકારના ભેદભાવ પોતાની રીતે જ ભેદભાવ છે. આ એક સામાન્ય દલીલ છે. જેના કારણે કલમ ૩૫ એ કાશ્મીરના સંદર્ભમાં અમાન્ય થઇ જાય છે. બલ્કે મિઝોરમ, નાગાલેન્ડ અને હિમાચલ પ્રદેશષમાં પણ આવી જ સ્થિતી બની જાય છે. આ વાધા નિવાસ સંબંધી કોઇ પણ બાબતને અમાન્ય કરાર આપે છે. એક વખત એમ માની લેવામાં આવે કે કલમ ૩૫ એ કાયદેસર છે. એટલે કે જમ્મુ કાશ્મીરની વિધાનસભા નિવાસીની પરિભાષા નક્કી કરી શકે છે. તેમાં પણ ગુંચની સ્થિતી રહેલી છે. જેમાં કલમ ૧૪ અથવા તો ૨૧ હેઠળ મુળભુત માપદંડન પૂર્ણ કરવા માટેની જવાબદારી સમજવામાં આવી રહી નથી.
કલમ ૩૫ એને કાયમ રાખવા માટે ઐતિહાસિક અનેકાયદાકીય તેમજ રાજકીય તર્ક હોઇ શકે છે પરંતુ આ અમને વર્તમાન ગતિરોધથી આગળ વધીને વિચારવા માટે ચોક્કસપણે પ્રેરિત કરે છે. ૧૯૫૬માં જમ્મુ કાશ્મીરમાં બંધારણની રચના કરવામાં આવી હતી અને તેમાં સ્થાયી નાગરકિતાની પરિભાષા નક્કી કરવામાં આવી હતી. આ ધારણા મુજબ સ્થાનિક નાગરિક એજ વ્યÂક્ત છે જે૧૪મી મે ૧૯૫૪ના દિવસે રાજ્યના નાગરિક રહ્યા છે અને કાયદાકીય રીતે સંપત્તિના અધિગ્રહણમાં રહ્યા છે. આ ઉપરાંત કોઇ વ્યÂક્ત ૧૦ વર્ષથી રાજ્યમાં રહે છે અથવા તો પહેલી માર્ચ ૧૯૪૭ બાદ રાજ્યથી માઇગ્રેટ થઇને આજના પાકિસ્તાન સરહદની અંદર જતાં રહ્યા છે પરંતુ પ્રદેશમાં ફરી રિસેટલમેન્ટ પરમિટની સાથે આવ્યા છે તો તેમને તક મળે છે. આ તમામ જટિલ બાબતો આની સાથે જાડાયેલી છે. ૩૫-એ કલમ રાજ્યને વિશેષ અધિકાર ઉપલબ્ધ કરાવે છે. આને લઈને વિરોધ કરનાર અને સમર્થન કરનાર લોકો આમને સામને આવી ગયા છે.