પાકિસ્તાન પીપલ્સ પાર્ટી માં એક ઐતિહાસિક ઘટના બની છે, આજ સુધી પાકિસ્તાન માં કોઈ હિન્દૂ સ્ત્રી પોલિટિક્સ માં ચૂંટાઈ અને સેનેટ માં આવી નથી. પરંતુ પાકિસ્તાન ના સમાચારપત્ર ડોન મુંજાં ક્રિષ્ના કુમારી કોલહી ને 6 વર્ષ ની ટર્મ માટે PPP દ્વારા 104 સભ્યની સેનેટ માં શનિવારે સર્વાનુમતે ચૂંટવા માં આવી હતી.
ક્રિષ્ના કુમારી કોલહી અને તેનો પરિવાર એક ઉમેરકોટ ને ખાનગી જેલ માં મજૂરી કરતો હતો અને પોલીસ રેડ દ્વારા તેઓને મુક્ત કરાયા હતા. ત્યારબાદ તેના પરિવારે તેને ભણાવી આગળ વધારી અને સમાજ સામે એક ઉદાહરણ પૂરું પડ્યું છે.
મીડિયા માં કુમારી દ્વારા વક્તવ્ય આપવા માં આવ્યું હતું કે ” હું ખુબજ આનંદિત અનુભવું છું અને મારામાટે સેનેટ સુધી પહોંચવું એ અકલ્પનિય હતું, મારા પતિએ અને પરિવારે મને ખુબજ સાહસ અને હિંમત આપી અહીંયા સુધી પહોંચવા માં આધાર રૂપ ભૂમિકા ભજવી છે. હું બાળકો અને દલિતો ના હક્ક માટે સદાય કાર્યરત રહીશ”.
પાકિસ્તાન માં હિન્દૂ એક અલ્પસંખ્યક છે અને રાજકારણ માં તેઓનું સ્થાન નહિવત બરોબર સંખ્યા માં છે. ક્રિષ્ના કુમારી દલિત અને હિન્દૂ મહિલા હોવા સાથે પાકિસ્તાન ના સિંધ પ્રાંત માં બાહ્ય વિસ્તારમાં આવેલા ધાના નામક ગામ જે નગરપારકર માં આવેલું છે ત્યાં ના રહીવાસી છે અને બિલાવલ ભુટ્ટો ની પાર્ટી જોડે લાંબા સમય થી સંકળાયેલા છે.
આ સેનેટ ચૂંટણી માં નવાઝ શરીફ ની પાર્ટી 33 સીટો સાથે પ્રથમ આવી હતી, આસિફ ઝરદારી ની પાર્ટી બીજા ક્રમે તથા પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન ની પાર્ટી ત્રીજા ક્રમે આવી હતી.
આ ઐતિહાસિક ઘટના થી એમ કહી શકાય કે પાકિસ્તાન માં પણ હવે જય શ્રી ક્રિષ્ના ઘટી ગયું !!