રેનો, દ્વારા તેની એમવાય18 ડસ્ટર રેન્જની નવી આકર્ષક કિંમતો જાહેર કરવામાં આવી છે. મજબૂત લોકલાઇઝેશનની મદદથી ઉત્પાદનોની કિંમતો ઓછી રાખવાની સચોટ યોજના સાથે ભારતમાં પોતાનો વેપાર વધારવાની રેનોની આ શક્ય બની રહ્યું છે.
૨૦૧૮ની ડસ્ટર પેટ્રોલ શ્રેણી હવે રૂ. ૭.૯૫ લાખથી (એક્સ શોરૂમ) શરૂ થાય છે, જ્યારે કે ડિઝલ શ્રેણી રૂ. ૮.૯૫ લાખથી (એક્સ શોરૂમ) શરૂ થાય છે. એમવાય ૧૮ની શ્રેણીના પુનર્ગઠન સાથે હવે ગ્રાહકો પહેલી માર્ચ ૨૦૧૮થી રૂ. એક લાખ સુધીની બચત કરી શકશે.
રેનો ડસ્ટર-શ્રેણીની નવી કિંમતો વિશે જણાવતા રેનો ઇન્ડિયા ઓપરેશન્સના દેશના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સુમીત સાહનીએ જણાવ્યું હતું, “રેનોએ ક્વિડની રજૂઆત સમયે તેના ૮૯% લોકલાઇઝેશન સાથે એક સર્વોચ્ચ માપદંડ બેસાડ્યો હતો. અમે ડસ્ટરના નવા ગ્રાહકોને એનો લાભ પહોંચાડતા આનંદ અનુભવીએ છીએ, જેના લીધે અમારા ડસ્ટરના મજબૂત લોકલાઇઝેશનની રણનીતિ પણ આખી શ્રેણી વધુ આકર્ષક થઈ છે.”
વેરિએન્ટ (ભાવ) | એમવાય17 શ્રેણી (રૂ.) |
એમવાય18 શ્રેણી 1 માર્ચથી શરૂ (રૂ.) | ગ્રાહક બચત
(રૂ.) |
આરએક્સઈ પેટ્રોલ | 8,50,925 | 7,95,000 | 55,925 |
આરએક્સએલ પેટ્રોલ | 9,30,816 | 8,79,000 | 51,816 |
આરએક્સએસ સીવીટી પેટ્રોલ | 10,24,746 | 9,95,000 | 29,746 |
એસટીડી 85 પીએસ ડિઝલ | 9,45,663 | 8,95,000 | 50,663 |
આરએક્સઈ 85 પીએસ ડિઝલ | 9,65,560 | 9,09,000 | 56,560 |
આરએક્સએસ 85 પીએસ ડિઝલ | 10,74,034 | 9,95,000 | 79,034 |
આરએક્સઝેડ 85 પીએસ ડિઝલ | 11,65,237 | 10,89,000 | 76,237 |
આરએક્સઝેડ 110 પીએસ ડિઝલ | 12,49,976 | 11,79,000 | 70,976 |
આરએક્સઝેડ 110 પીએસ એએમટી ડિઝલ | 13,09,970 | 12,33,000 | 76,970 |
આરએક્સઝેડ 110 પીએસ એડબ્લ્યુડી ડિઝલ | 13,79,761 | 12,79,000 | 1,00,761 |