નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના તમામ પ્રધાનોને સવારે ૯-૩૦ વાગ્યાની આસપાસ ઓફિસ પહોંચી જવા માટેના સ્પષ્ટ આદેશ આપ્યા છે. પ્રધાનોને ઘરેથી કામ ન કરવા માટે કહેવામાં આવ્યુ છે. બીજા લોકો માટે સારા દાખલા બેસાડી દેવા માટે કહેવામાં આવ્યુ છે. બુધવારના દિવસે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મોદીએ કહ્યુ હતુ કે ૪૦ દિવસના સંસદના સત્ર દરમિયાન કોઇ બહારના પ્રવાસ ન કરવામાં આવે તે જરૂરી છે. મોદીએ પોતાનો દાખલો આપતા કહ્યુ હતુ કે જ્યારે તેઓગુજરાતના મુખ્યપ્રધાન તરીકે હતા ત્યારે અધિકારીઓની સાથે સાથે નિયમિત સમય પર ઓફિસ પહોંચી જતા હતા.
પ્રધાનમંડળની પ્રથમ બેઠકમાં નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે તેઓ નવા ચૂંટાયેલા સાંસદો સાથે પણ સતત મળતા રહે તે જરૂરી છે. કારણ કે સાંસદ અને મંત્રીમાં કોઇ વધારે અંતર નથી. તેમણે ઉમેર્યુ હતુ કે પાંચ વર્ષના એજન્ડાને નક્કી કરીને આગળ વધવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યુ હતુ કે આની અસર ૧૦૦ દિવસની અંદર દેખાય તે પણ જરૂરી છે. આ બેઠકમાં મંત્રી પરિષદની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. બેઠકમાં કેટલાક ઉપયોગી નિર્ણય કરવામાં આવ્યા હતા. માર્ચ ૨૦૧૯ના ઉચ્ચ શિક્ષણ સંસ્થાના અનામત વટહુકમને બદલી નાંખવા માટે બિલને મંજુરી આપી હતી. કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા નિર્ણયોના સંબંધમાં વાત કરવામાં આવી હતી.
હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. નરેન્દ્ર મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ૩૦૩ સીટો જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીની કારમી હાર થઇ હતી. કોંગ્રેસને માત્ર બાવન સીટ મળી હતી. કેન્દ્ર સરકાર સત્તારૂઢ થઇ ગઇ છે.