આ બાબતનો થવાની જ હતી. જ્મ્મુ કાશ્મીરમાં કઠુઆ ગેંગ રેપ અને હત્યાના મામલામાં પઠાણકોટની ખાસ અદાલતે આપેલો ચુકાદો ચોંકાવે તેવો નથી. ત્રણ અપરાધીઓને ઉમરકેજ અને ત્રણ અપરાધીઓને પાંચ પાંચ વર્ષની સજા પર તર્ક વિતર્ક હોઇ શકે છે. પરંતુ આઠ વર્ષની માસુમ બાળકીને પહેલા બાનમાં પકડી રાખીને તેની સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરનાર દોષિતો ઉમરકેદની સજા કરતા ઓછી સજા માટે તો કોઇ કિંમતે લાયક ન હતા. તેમને યોગ્ય સજા આપવામાં આવી છે. કોર્ટનો ચુકાદો સ્વાગતરૂપ છે. આ ચુકાદો ૧૭ મહિનાના ગાળામાં આવી ગયો છે. કેટલીક દુવિધા દુર કરી લેવામાં આવી હોત તો આ ચુકાદો આના કરતા પણ પહેલા આવી ગયો હોત.
કઠુઆ ગેંગ રેપ અને હત્યાના મામલાથી સમગ્ર જમ્મુ કાશ્મીર જ નહીં બલ્કે દેશના લોકો હચમચી ઉઠ્યા હતા. ખાસ બાબત એ છે કે અપરાધીઓને બચાવી લેવા માટે પોલીસ અધિકારીઓએ પણ પૈસા લઇને પુરાવાને નષ્ટ કરી દેવા માટેના પ્રયાસ કર્યા હતા. મામલાને લઇને જ્યારે હોબાળો દેશમાં થયો ત્યારે દોષિતોને સજા કરવા માટે અનેક સંગઠન મેદાનમાં આવી ગયા હતા. પરંતુ સવાલ અહીં આ ચુકાદાનો થઇ રહ્યો નથી. કઠુઆ જેવા અનેક સેંકડો મામલા રોજ બનતા રહે છે. પોલીસની પાસે તો અડધા મામલા પણ પહોંચતા નથી. પોલીસમાં નોંધાવનાર મામલાની સંખ્યા પણ ચોંકાવનારી છે. આંકડા દર્શાવે છે કે દેશમાં દર વર્ષે બળાત્કારના આશરે ૪૦ હજારથી વધારે મામલા દાખલ કરવામાં આવે છે. એટલે કે રોજના ૧૧૦ મામલા રેપના દાખલ કરવામાં આવે છે. એટલે કે દર ત્રણ મિનિટમાં રેપના બનાવ બને છે. પોલીસમાં દાખલ નહીં થનાર કેસોની સંખ્યા તો અલગ છે. તેની ગણતરી તો કરવામાં આવી જ નથી. ખાસ બાબત એ છે કે ૮૦ ટકા કરતા વધારે મામલામાં આરોપી નજીકના સંબંધી અને ઓળખીતા હોય છે.
પ્રશ્વ એ થાય છે કે નારીને સન્માન અપાવવા સાથે સંબંધિત વાતો અને દાવા કરનાર સરકાર દોષિતોમાં ભયની લાગણી ફેલવાવમાં સફળ કેમ થતી નથી. મિડિયાના ભારે દબાણના કારણે કેટલાક કેસોમાં કાર્યવાહી થઇ જાય છે. જો આવુ ન થાય તો કેસને રદા દફા કરી દેવા માટે પોલીસની શંકાસ્પદ ભૂમિકા પણ સતત સપાટી પર આવતી રહે છે. આ મામલામા પણ પોલીસની ભૂમિકા સપાટી પર આવી હતી. રેપના કેસમાં પિડિતાને માત્ર ન્યાય મળે તે જરૂરી નથી બલ્કે સાથે સાથે સમય પર ન્યાય મળે તે જરૂરી છે. મામલો ગરમ બને તો ઠીક છે નહીં તો વર્ષો સુધી કેસ ચાલતા રહે છે. જુદા જુદા પ્રકારના દબાણ આવે છે. કોઇ પણ અપરાધના મામલામાં કોર્ટે વહેલી તકે પોતાના ચુકાદા આપવા જોઇએ. જો કે રેપના કેસ આનાથી અલગ છે. અહીં મહિલાનુ સન્માન હોય છે. આઠ-દસ વર્ષની બાળકીની સાથે રેપ જેવા જઘન્ય મામલામાં જા અપરાધીને સમયસર સજા ન થાય તો સજાનો અર્થ રહેતો નથી. કઠુઆના મામલામાં ત્રણને ઉમરકેદ અને ત્રણ પોલીસને પાંચ પાંચ વર્ષની સજા કરવામા આવી છે. પોલીસને પણ ઉમરકેદની સજા થઇ હોત તો વધારે ન્યાયની વાત રહી હોત.