એન્ડપિક્ચર્સ પ્રસારિત કરે છે, જુમાનજીઃ વેલકમ ટુ ધ જંગલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જુમાનજીઃ વેલકમ ટુ જંગલના તદ્દન નવા સાહસોમાં, જેમાં ૪ ટીનએજર જુમાનજીની દુનિયામાં પહોંચી ગયા છે. જ્યારે તેમને એક જૂની વિડીયો ગેમ કોન્સોલને શોધે છે, ત્યારે તેમને ક્યારેય ખબર ન હતી કે, તેમની આ રમત તુરંત જ જંગલના સેટિંગમાં બદલાઈ જશે, અને તેમના શરીર તેમના અવતારમાં આ જશે. તેઓ બધા જ તેમના જીવનના અત્યંત ભયાનક સાહસિકોમાંથી નિકળી શકશે કે પછી તેઓ આ રમતમાં હંમેશા માટે ફસાઈ જશે. જેક કાસડન દ્વારા ડિરેક્ટ આ ફિલ્મમાં ડ્‌વેયન જ્હોનસન, ‘ધ રોક’ જેવા સુપર સ્ટાર, સ્ટેન્ડઅપ કોમેડિયન કેવિન હર્ટ, જેક બ્લેકનીસ સાથોસાથ કરેન ગીલન અગ્રણી ભૂમિકામાં છે. એન્ડ પિક્ચર્સ, નયે ઇન્ડિયા કા બ્લોકબસ્ટર મૂવી ચેનલ તૈયાર છે, તેની પ્રસ્તાવના વિકએન્ડકા મૂવી મેરેથોન હેઠળ  આ ફેન્ટસી એડવેન્ચર ફિલ્મ ‘જુમાનજીઃ વેલકમ ટુ ધ જંગલ’નું હિન્દીમાં જલ્દી પ્રસારિત થશે, શનિવાર ૧૫મી જૂન સવારે ૧૧ વાગે.

ચેરિસ વેન એલ્સબર્ગની પિક્ચર બુક, જુમાનજીનો એક ભવ્ય એડપ્શન લેવામાં આવ્યો છે, જેમાં જીવનના વિકલ્પમાં વીડિયો ગેમ લેવામાં આવી છે, જ્યાં રમનારે રમતમાં ફક્ત રમવું જરૂરી નથી પરંતુ તેમાં બચવું જરૂરી છે. આ મૂવીની શરૂઆત એક ભૂતકાળમાં થાય છે, જ્યાં ટીએજર અનિશ્ચિતપણે એક વીડિયોગેમમાં ખેંચાઈ જાય છે . હાલના દિવસોથી કપાઈને આ ચાર હાઈસ્કુલમાં ભણતા છોકરાઓઃ એક પ્રસિદ્ધ છોકરી બેથની, સ્ટોઇસ માર્થા, નેર્ડી સ્પેન્સર અને ફૂટબોલ સ્ટાર ફ્રિજની અટકાયત કરીને તેને બેઝમેન્ટને ચોખ્ખુ કરવા મોકલવામાં આવે છે. તેઓ એક ફેંકી દિધેલી વીડિયો ગેમ પર પડે છે અને તેને તેઓ લઈ લે છે. તેઓ ગેમની દુનિયામાં ફેંકાય જાય છે અને તેમને પસંદ કરેલા અવતારમાં બદલાઈ જાય છે. સ્પેન્સ એક સુપરહિરો જેવા પુરાતત્વવિદ સ્મોલ્ડર બ્રેવસ્ટોનમાં બદલાઈ જાય છે. ફ્રિજએ બ્રેવસ્ટોનના નાજુક સાઈડકીક એવા પ્રાણીશાસ્ત્રી મૂઝ ફિનબરમાં બદલાઈ જાય છે. માર્થાએ વિક્સેન રૂબી રાઉન્ધોયુસ બની જાય છે અ બેનેથી નક્શાકાર પ્રો. શેલી ઓવરટોનમાં બદલાઈ જાય છે. રમતમાં તેમને મદદ માટે ફક્ત ત્રણ જ જીવન મળે છે, એ દરમિયાન તેમને બચવું પડે નહીં તો, ખરેખરમાં તેમનું મત્યુ થઈ જાય. અહીં ધીમે-ધીમે તેમની મુશ્કેલીનું સ્તર ઘણું વધતુ જાય છે અને ૪ ચારેય તેમના જીવનને ગુમાવવા લાગે છે. જો કે, ખોવાયેલા ૫ ખેલાડી જેમનું નામ પાઈલોટ જેફર્સન સીપ્લેન મેકડોનટ (નિક જોનાસ) તેને બચાવે છે.

Share This Article