પેરિસ : પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાયેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ હવે પૂર્ણ થઇ છે. આ વખે પુરૂષોના વર્ગમાં સ્પેનના રાફેલ નડાલને સિગલ્સમાં તાજ જીત્યો છે. જ્યારે મહિલાઓના વર્ગમાં બાર્ટી વિજેતા થઇ છે. નડાલે ફરી એકવાર સાબિતી આપી છે કે તે ક્લે કોર્ટના બાદશાહ તરીકે છે. તેનો ક્લે કોર્ટ પર કોઇ જવાબ નથી. ફ્રેન્ચ ઓપન ૨૦૧૯માં નડાલે ફરી એકવાર ફાઇનલમાં થીમ પર ગયા વર્ષની જેમ જીત મેળવી હતી. આની સાથે જ તે ૧૨ વખત હવે ફ્રેન્ચ ઓપનમાં પુરૂષોનો તાજ જીતવામાં સફળ રહ્યો છે. ફ્રેન્ચ ઓપનમાં વર્ષ ૨૦૦૦ બાદથી વિજેતા ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.
- ૨૦૦૦માં બ્રાઝિલના કુએર્ટેનેનોર્મન પર ૬-૨,૬-૩,૨-૬, ૭-૬થી જીત મેળવી હતી
- ૨૦૦૧માં બ્રાઝિલના કુએર્ટેને સ્પેનના કોરેટજા પર ૬-૭,૭-૫, ૭-૨, ૬-૦થી જીત મેળવી
- ૨૦૦૨માં સ્પેનના કોસ્ટાએ સ્પેનના ફરેરો પર ૬-૧,૬-૦,૪-૬, ૬-૩થી જીત મેળવી
- ૨૦૦૩માં સ્પેનના ફરેરોએ નેધરલેન્ડના વર્કેર્ક પર ૬-૧,૬-૩,૬-૨થી જીત મેળવી
- ૨૦૦૪માં આર્જેન્ટિનાના ગોડિયોની કોરિયા પર ૦-૬,૩-૬,૬-૪,૬-૧,૮-૬થી જીત
- ૨૦૦૫માં સ્પેનના નડાલની આર્જેન્ટિનાના પુએર્ટા પર ૬-૭,૬-૩,૬-૧,૭-૫થી જીત
- ૨૦૦૬માં નડાલની રોજર ફેડરર પર ૧-૬,૬-૧,૬-૪,૭-૬થ જીત
- ૨૦૦૭માં નડાલની ફેડરર પર ૬-૩,૪-૬,૬-૩,૬-૪થી જીત
- ૨૦૦૮માં નડાલની ફેડરર પર ૬-૧,૬-૩,૬-૦થી જીત
- ૨૦૦૯માં ફેડરરની સોડરલિંગ પર ૬-૧,૭-૬,૬-૪થી જીત
- ૨૦૧૦માં નડાલની સોડરલિંગ પર ૬-૪,૬-૨,૬-૪થી જીત
- ૨૦૧૧માં નડાલની ફેડરર પર ૭-૫,૭-૬,૫-૭,૬-૧થી જીત
- ૨૦૧૨માં નડાલની જાકોવિક પર ૬-૪,૬-૩,૨-૬,૭-૫થી જીત
- ૨૦૧૩માં નડાલની ફેરર પર ૬-૩,૬-૨,૬-૩થી જીત
- ૨૦૧૪માં નડાલની નોવાક જાકોવિક પર ૩-૬,૭-૫,૬-૨,૬-૪થી જીત
- ૨૦૧૫માં વાવરિન્કાએ જાકોવિક પર ૪-૬, ૬-૪,૬-૩, ૬-૪થી જીત મેળવી હતી
- ૨૦૧૬માં જાકોવિકે મરે પર ૩-૬, ૬-૧,૬-૨,૬-૪થી જીત મેળવી હતી
- ૨૦૧૭માં નડાલે વાવરિન્કા પર ૬-૨, ૬-૩, ૬-૧થી જીત મેળવી હતી
- ૨૦૧૮માં નડાલે થીમ પર ૬-૪, ૬-૩, ૬-૨થી જીત મેળવી
- ૨૦૧૯માં નડાલે થીમ પર ૬-૩, ૫-૭, ૬-૧, ૬-૧થી જીત મેળવી