બારાબંકી : લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ હવે નવી ચૂંટણી માટેની રાજકીય ગરમી ઉત્તરપ્રદેશમાં વધવા લાગી ગઇ છે. ઉત્તરપ્રદેશમાં હવે સપ્ટેમ્બર મહિનામાં ૧૨ સીટો પર પેટાચૂંટણી યોજાનાર છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ ધારાસભ્યો સાંસદ બની ગયા બાદ હવે ચૂંટણી યોજાનાર છે. નવી ચૂંટણી તૈયારીની સાથે સાથે નીચે મુજબ છે
- લોકસભા ચૂંટણી બાદ હવે પેટાચૂંટણી માટેની તૈયારી
- ઉત્તરપ્રદેશમાં ૧૨ બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે
- સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજાશે
- ચૂંટણીને લઇને તમામ પ્રકારની તૈયારી રાજકીય તૈયારી કરાઇ
- કોઇ પણ ખાલી થયેલી બેટક પર પેટાચૂંટણી છ મહિનાની અંદર યોજાય તેવી જાગવાઇ કરવામાં આવી છે
- લોકસભા ચૂંટણીમાં જીતી ગયેલા ધારાસભ્યો હવે સાંસદ બની ગયા છે જેથી તેમની સીટ પરથી તેઓ રાજીનામુ આપી ચુક્યા છે જેથી સીટો ખાલી થઇ
- ટિકિટ વિતરણ અને અન્ય પ્રક્રિયામાં રાજકીય પક્ષો લાગી ગયા છે. ગતિવિધી વધારે તીવ્ર બની શકે છે
- આગામી વિધાનસભાની ચૂંટણી માટે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા પણ હવે હાથ ધરાશે