ભારત સહિત સમગ્ર દુનિયામાં હાલમાં ક્રિકેટ ફિવર છે. વિશ્વ કપમાં દરેક ટીમ જોરદાર દેખાવ કરવા માટેના પ્રયાસ કરી રહી છે. ભારતીય ટીમ પણ જીત સાથે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરી ચુકી છે. ભારતીય ચાહકો તો ઉજવણી પણ સારી રીતે કરી શક્યા નથી ત્યારે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ગ્લવ્સ પર સેનાના બલિદાન બેઝના લોગોને લઇને હોબાળો થઇ ગયો છે. ધોની પર વિવાદ મામલે તમામ લોકો ધોનીની સાથે દેખાઇ રહ્યા છે ત્યારે આઇસીસી જોરદાર વાંધો ધરાવે છે. આઇસીસી દ્વારા ગ્લવ્સ પરથી સેનાના લોગોને દુર કરવા માટે ભારતીય બોર્ડને કહી દેવામાં આવ્યુ છે.
આઇસીસીની સુચના બાદ ભારતીય ચાહકોમાં જારદાર નારાજગી છે. દુનિયાભરમાં પણ આ વિષય પર ચર્ચા છેડાઇ ગઇ છે. હાલમાં કોઇ ધોનીની સાથે છે તો કોઇ આંતરરાષ્ટ્ીય ક્રિકેટ પરિષદની સાથે છે. વિવાદોની વચ્ચે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પોતે આઇસીસીને પત્ર લખીને આ સંબંધમાં રજૂઆત કરી છે. ધોનીને બેઝનો ઉપયોગ કરવાની આઇસીસી મંજુરી આપે તેવી માંગ કરવામાં આવી છે. જા કે આઇસીસી દ્વારા બોર્ડની રજૂઆતને પણ અસ્વીકાર કરી દેવામાં આવી છે. દરમિયાન પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ નિવેદન કરીને આગમાં ઘી નાંખવા માટેનુ કામ કર્યુ છે. ફવાદે ટ્વીટ કરીને લખ્યુ છે કે ધોની ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ ક્રિકેટ રમવા ગયા છે કોઇ મહાભારત રમવા માટે ગયા નથી.
ભારતીય મિડિયા દ્વારા આડેધડ વલણ અપનાવીને નિવેદનબાજી કરવામાં આવી રહી છે. જા ભારતીય મિડિયાના કોઇ વર્ગને યુદ્ધ સાથે પ્રેમ છે તો તેમને સિરિયા, અફઘાનિસ્તાન અને રવાન્ડામાં મોકલી દેવાની જરૂર છે. આ ટ્વીટ બાદ બલિદાન બેઝના મુદ્દાને લઇને રાજકીય ગરમી પણ વધી હતી. નેતા અને ક્રિકેટની રાજનીતિ કરનાર રાજીવ શુકલાએ પણ ફવાદના નિવેદનની સામે વાંઘો ઉઠાવ્યો છે. સાથે સાથે કહ્યુ છે કે બોર્ડ આ મુદ્દાને આગળ લઇને જશે. ધોનીને બેઝ લગાવવાની મંજુરી મળવી જાઇએ. તેમાં કોઇ કોમર્શિયલ નથી. સાથે સાથે કોઇ નિયમોનો ભંગ પણ થઇ રહ્યો નથી.અલબત્ત આઇસીસીના નિયમો હેઠળ નક્કી કરવામાં આવેલા ડ્રેસની સાથે કોઇ ચેડા અથવા તો બાંધછોડ કરી શકાય તેમ નથી. ડ્રેસ પર ત્રણ કરતા વધારે લોગો લગાવી શકાય નહી. સાથે સાથે ખેલાડી આર્મ બેન્ડ, ડ્રેસના માધ્યમથી કોઇ રાજકીય, ધાર્મિક અને વંશવાદના સંદેશા આપી શકે નહીં.
કિપિંગ ગ્લવ્સમાં પણ નિર્માતા સિવાય અન્ય કોઇ કંપનીના લોગો મુકી શકાય નહીં. આઇસીસીના નિયમોમાં આવી કોઇ મંજુરી આપવામાં આવી નથી. જા કે આઇસીસીની પૂર્વ મંજુરી બાદ આ નિયમોમાં રાહત શક્ય છે. ધોનીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે બલિદાન બેઝનો ઉપયોગ કર્યો છે. આ બેઝ પેરામિલેટરી ફોર્સના જવાન ઉપયોગ કરી શકે છે. ધોની પોતે પ્રદેશિક સેનામાં માનદ લેફી. કર્નલ તરીકે છે. જેથી ધોનીને આનો ઉપયોગ કરવાની મંજુરી છે. આઇસીસીના વિવાદ બાદ આની ચર્ચા શરૂ થઇ છે. સમર્થકો માને છે કે કોઇ ખેલાડી દેશ પ્રત્યે સન્માન દર્શાવે છે તો તેને લઇને આઇસીસીને કોઇ વાંધો હોવો જાઇએ નહીં.