ઓવલ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપની મહત્વપૂર્ણ મેચ આવતીકાલે ઓવલના મેદાન ખાતે રમાનાર છે. આ મેચમાં હજારો કરોડ રૂપિયા દાવ પર લાગ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્તમાન વર્લ્ડ કપની શરૂઆતી મેચો પૈકી આ મેચ પર સટ્ટોડિયા સૌથી વધુ દાવ લગાવી રહ્યા છે. મેચમાં કોણ ભારે પડશે તેને લઈને કોઈપણ ક્રિકેટ નિષ્ણાંત હાલમાં કોઈ વાત કરવાની સ્થિતિમાં નથી. રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા ભારતની સરખામણીમાં ખૂબ વધારે મજબુત દેખાય છે. જ્યારે વર્તમાન દેખાવ પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયા ઉભી રહેવાની સ્થિતિમાં નથી.
વર્લ્ડકપના ઈતિહાસની વાત કરવામાં આવે તો બન્ને ટીમો વચ્ચે હજુ સુધી કુલ ૧૧ મેચ રમાઈ છે, જે પૈકી ભારતે માત્ર ત્રણ અને ઓસ્ટ્રેલિયાએ આઠ જીતી છે. વર્તમાન વર્લ્ડકપમાં ભારતે તેની પ્રથમ મેચ જીતી લીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ તેની શરૂઆતની બંને મેચો જીતી લીધી છે. સટ્ટાબાજો પણ આ મેચને લઇને વધુને વધુ નાણાં ઉભા કરવા માટે તૈયાર દેખાઇ રહ્યા છે. અલબત્ત હજુ સુધી ઓસ્ટ્રેલિયાની સ્થિતી ભારત કરતા પ્રમાણમાં વધારે મજબુત દેખાઇ રહી છે. વર્લ્ડ કપ દરમિયાન ગેરકાયદે સટ્ટાબાજી સાથે જોડાયેલા સુત્રોએ કહ્યું છે કે સેમીફાઇનલ મેચ દરમિયાન માત્ર ભારતમા જ હજારો કરોડ રૂપિયાનો સટ્ટો રમાનાર છે.એકદંરે સૌથી વધારે નાણાં ભારત ફરી એકવાર વર્લ્ડ કપ જીતશે તેના પર લગાવવામાં આવી રહ્યા છે.
ભારતને વર્લ્ડ કપ માટે સૌથી પ્રબળ દાવેદાર ભલે ગણવામાં આવે છે પરંતુ સટ્ટાબાજો માને છે કે આવતીકાલે ઓવલ ખાતે રમાનારી મેચમાં પણ ઓસ્ટ્રેલિયાની સ્થિતી વધારે મજબુત દેખાઇ રહી છે. કેટલાક ક્રિકેટ ચાહકો તો માને છે કે આ મેચમાં વિજેતા રહેનાર ટીમ વર્લ્ડ કપ માટે વધારે ફેવરીટ બની શકે છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વધારે સક્ષમ દેખાઇ રહી છે.