અમદાવાદ : આકાશ ઈન્સ્ટિટ્યૂટના ૩૦ વિદ્યાર્થીઓએ નીટ ૨૦૧૯માં ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું છે, જેમાંથી ૨૨ વિદ્યાર્થીઓ તેના ક્લાસરૂમ પ્રોગ્રામમાંથી છે. વધારામાં ૯ વિદ્યાર્થીઓએ ટોપ-૧૦માં સ્થાન મેળવવાની સિદ્ધી હાંસલ કરી હતી.
આકાશ ક્લાસરૂમ કાર્યક્રમના ટોચના ૧૦ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે.
- ભાવિક બંસલ રેન્ક ૨ સાથે
- અક્ષત કૌશિક રેન્ક ૩ સાથે
- સ્વસ્તિક ભાટિયા રેન્ક ૪ સાથે
- અનંતજૈન રેન્ક ૫ સાથે
- સાર્થક ભટ રેન્ક ૬ સાથે
- ધ્રુવ કુશવાહ રેન્ક ૮ સાથે
- મિહિર રાય રેન્ક ૯ સાથે
નીટ ૨૦૧૯ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા અસરકારક પરિણામો અંગે ટીપ્પણી કરતાં આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ)ના સીઈઓ અને પૂર્ણ સમયના ડિરેક્ટર આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘નીટ (યુજી) ૨૦૧૯માં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ પરિણામનું શ્રેય આકાશમાં પરિક્ષા માટેની ઉચ્ચ ગુણવત્તા પૂર્ણ તૈયારીઓ તેમજ અમારી ફેકલ્ટી અને વિદ્યાર્થી દ્વારા કરાયેલી સખત મહેનતને જાય છે. હું બધા જ વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.’