નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે મહત્વપૂર્ણ તારણ આપતા કહ્યુ છે કે પતિના કુલ પગારના એક તૃતિયાંશ હિસ્સાને પત્નિને ભથ્થા તરીકે આપવામાં આવે તે જરૂરી છે. કોર્ટે કહ્યુ છે કે આવકની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવેલી છે. જે હેઠળ નિયમ એ છે કે જા કોઇ અન્ય નિર્ભર નથી તો પતિના કુલ પગારના બે હિસ્સા પતિની પાસે અને અન્ય એક હિસ્સો પત્નિને આપવામાં આવે તે જરૂરી છે. કોર્ટે અરજી કરનાર મહિલાઓની રજૂઆત સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો હતો.કોર્ટે ચુકાદો આપતા કહ્યુ હતુ કે મહિલાને પતિના પગારનો ૩૦ ટકા હિસ્સો મળે તે જરૂરી છે. મહિલાના લગ્ન સાતમી મે ૨૦૦૬ના દિવસે થયા હતા.
તેના પતિ સીઆઇએસએફમાં ઇન્સ્પેક્ટર છે. ૧૫મી ઓક્ટોબર ૨૦૦૬ના દિવસે બંને અલગ થઇ ગયા હતા. ત્યારબાદ મહિલાએ ગુજરાન ભથ્થા માટે અરજી કરી હતી. ૨૧મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે મહિલાના ગુજારા ભથ્થા નક્કી કરવામાં આવ્યા હતા.
આ હેઠળ તેના પતિને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તે કુલ પગાલ પૈકી ૩૦ ટકા હિસ્સો પત્નિને ચુકવે. આ ચુકાદાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જેની દુરગામી અસર થઇ શકે છે. દિલ્હી હાઇકોર્ટના આ ચુકાદા બાદ તેની ચર્ચા તમામ લોકોમાં જાવા મળી રહી છે. પૈસાની વહેંચણીની ફોર્મ્યુલા પહેલાથી જ નક્કી કરવામાં આવેલી છે.