પંજાબ કેબિનેટ બેઠકથી નવજોત સિદ્ધૂ દૂર જ રહ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ચંદીગઢ : પંજાબ કોંગ્રેસના બે પ્રમુખ ચહેરા મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોત સિદ્ધૂની વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. બંને નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો પણ વધી રહ્યા છે. નવજોત સિદ્ધૂ આજે અમરિન્દરસિંહના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા ન હતા. ત્યારબાદ સિદ્ધૂએ મુખ્યમંત્રી ઉપર પ્રહાર કરતા કહ્યું  હતું કે, તેમને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી બાદ અમરિન્દરસિંહે પ્રથમ વખત કેબિનેટ બેઠક બોલાવી હતી.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં નવજોત સિદ્ધૂ પહોંચ્યા ન હતા. તેમને ખોટીરીતે કોંગ્રેસના ખરાબ દેખાવ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેમને પાર્ટીમાંથી બહાર કરવા રજૂઆત કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં રહેલા સિદ્ધૂએ કેપ્ટન ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના દેખાવ માટે તેમના ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે જે ખોટી બાબત છે. હારની સામૂહિક જવાબદારી છે. તેમને મહત્વ વગરના સમજી શકાય નહીં.

Share This Article