નવી દિલ્હી : વર્ષ ૨૦૧૮માં એચ-૧બી વિઝાની મંજુરીમાં ૧૦ ટકાનો ઉલ્લેખનીય ઘટાડો થયો છે. એચ-૧બી વિઝા ભારતીય આઈટીમાં કુશળ લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. અમેરિકી સત્તાવાળોઓ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ દ્વારા એચ-૧બી વિઝા જે મંજુર કરવામાં આવ્યા હતા. તેની સંખ્યા ૩૩૫૦૦૦ રહી હતી. જેમાં નવા અને રિન્યુ વિઝાનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮માં આ વિઝા મંજુર કરવામાં આવ્યા હતા. ૨૦૧૭ના નાણાંકીય વર્ષમાં ૩૭૩૪૦૦ વિઝા જારી કરવામાં આવ્યા હતા. આનો મતલબ એ થયો કે વર્ષ ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮ ઓછા પ્રમાણમાં વિઝા મંજુર કરવામાં આવ્યા હતા. એચ-૧બીના મંજુર રેટમાં ઘટાડો થયો છે.
૨૦૧૭માં આ રેટ ૯૩ ટકા હતો. જે ૨૦૧૮માં ઘટીને ૮૫ ટકા થઈ ગયો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકી સરકારે નવી વ્યૂ રચના અમલી બનાવી ચુકી છે. જેના ભાગરૂપે એચ-૧બી કાર્યક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ પ્રયાસો હવે આંકડામાં દર્શાવવામાં આવ્યા છે. આ નાણાંકીય વર્ષમાં પ્રથમ છ મહિના માટે નવા અને ચાલુ રહેલા વિઝા બંન્ને માટે એકદંરે એચ-૧બી વિઝા મંજુરીનો દર ઘટી ગયો છે. ગયા વર્ષે આ દર ૮૫ ટકા હતો. જેની સામે માર્ચના અંત સુધી આ દર ઘટીને ૭૯ ટકા થઈ ગયો છે. એચ-૧બી વિઝા પ્રોગ્રામ એ કાર્યક્રમ છે જે હેઠળ અમેરિકી કંપનીઓ કુશળ વિદેશ વર્કરોને પ્રવેશ માટે સ્પોન્સર કરી શકે છે. આના ભાગરૂપે હવે ભારતીયોને હવે વધારે મુશ્કેલીઓનો સામનો કરવા પડી શકે છે. વર્ષ ૨૦૧૭માં ૪૦૩૩૦૦ની સામે ૩૯૬૩૦૦ એચ-૧બીની અરજીઓ હતી. ૨૦૧૮માં ૩૯૬૩૦૦ એચ-૧બી લાભ મેળવનાર અરજીઓની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જે છેલ્લા પાંચ નાણાંકીય વર્ષમાં ૧૩ ટકા વધારે હતી. જ્યારે ૨૦૧૭થી બે ટકા ઓછી હતી. એચ-૧બી વિઝાને લઈને ભારતીય લોકો હમેશા ઉત્સાહિત રહે છે. આ વિઝા ભારતીય લોકોની અંદર ખુબ લોકપ્રિય હોય છે. ભારતીય આઈટી પ્રોફેશનલો આ વિઝાનો ઉપયોગ કરીને અમેરિકા પહોંચે છે. એચ-૧બી વિઝા એક નોન ઈમિગ્રન્ટ વિઝા છે. જે હેઠળ અમેરિકી કંપનીઓ વિદેશી વર્કરોને પોતાને ત્યા નોકરી આપે છે. ટેકનિકલ નિષ્ણાંતોને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. એચ-૧બી વિઝાના મામલામાં અમેરિકામાં પણ ભારે ચર્ચા છે.