ભારત પાકિસ્તાન ના સંબંધો માં બોર્ડર પાર ની આતંકવાદી ઘટના ના કારણે ખટાશ વધી રહી છે ત્યારે ભારત તેના સૈન્ય શક્તિ ને મજબૂત અને દ્રઢ બનાવવા માટે “પ્રિડેટોર ડ્રોન ટેકનોલોજી” ઉપર કાર્ય કરી રહ્યું છે. તેના આ ડેવલપમેન્ટ થાકી પાકિસ્તાન તરફથી ભય ની લાગણી રજુ કરવા માં આવી છે
પાકિસ્તાન ની ચિંતા નું કારણ એટલામાટે વધારે છે કારણ કે ભારત દ્વારા થોડા સમય પેહલા જ રુસ્તમ 2 નામક ડ્રોન નું સફળતા પૂર્વક પરીક્ષણ કરવા માં આવ્યું હતું જે ડ્રોન ટેક્નોલોજી માં અમેરિકા ની બરોબરી કરી શકવા ની ક્ષમતા ધરાવે છે.
ઇસ્લામાબાદ સ્થિત વિદેશ ઓફિસર અને સ્પોક પરસન મહોમ્મદ ફૈઝલ તરફથી સાપ્તાહિક મીડિયા વાર્તાલાપ દરમિયાન કેહવા માં આવ્યું હતું કે ભારત આ ડ્રોન ટેક્નોલોજી નો ઉપીયોગ સર્વેલન્સ તથા ગુપ્ત માહિતી મેળવવા કરી શકે છે. તેઓ એ કહ્યું હતું કે ” ભારત તરફ થી વિકસતી ડ્રોન ટેક્નોલોજી તેના મિલિટરી સંદર્ભ માં પાકિસ્તાન માટે ખુબજ ચિંતાજનક છે.”
પાકિસ્તાન ના આવા મીડિયા સ્ટૅટમેન્ટ તેની ગભરામણ અને ચિંતા બંને દર્શાવે છે. બોર્ડર ઉપર નો આતંકવાદ રોકવા માટે અને સ્વરક્ષા ના ભાગ રૂપે ભારત આ પ્રકાર ની રિસર્ચ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ ગતીશીલતા પૂર્વક ચાલુ રાખશે