નવી દિલ્હી : પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે પોતાના હવાઇ ક્ષેત્ર પર મુકવામાં આવેલા પ્રતિબંધને આખરે ઉઠાવી લીધા બાદ પ્રથમ વિમાનવ પાકિસ્તાનના રસ્તા પરથી દિલ્હીમાં ઉતરાણ કરતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો.પાકિસ્તાનના રસ્તાથી ભારતીય વિમાન દિલ્હીમાં આવ્યા બાદ રાહત થઇ હતી. દુબઇથી દિલ્હીની વચ્ચે ઉડાણ ભરનાર ઇન્ડિગોના વિમાનની દિલ્હી વિમાનીમથકે પહોંચ્યા બાદ તરત જ ઇન્ડીગો ફ્લાઇટ ઓપરેશન સેન્ટરને કોલ આવ્યો હતો. પાકિસ્તાને અમદાવાદની નજીક ટેલેમ એન્ટ્રી પોઇન્ટને રવિવારની સાંજે પોતાની તરફથી ખોલી દેવાની જાહેરાત કરી હતી.
કોલ કરનાર શખ્સ પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના નિર્દેશક હતા. તેઓએ કોલ રિસીવ કરનાર ઇન્ડીગોના ડેપ્યુટી ઓફિસરને ઇદની શુભેચ્છા પાઠવી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે બાલાકોટમાં ત્રાસવાદીઓના અડ્ડા પર હુમલા કરવામાં આવ્યા બાદ ૨૭મી ફેબ્રુઆરીના દિવસે એવા તમામ એન્ટ્રી પોઇન્ટને પાકિસ્તાને બંધ કરી દીધા હતા.
આ એન્ટ્રી પોઇન્ટ મારફતે ભારતીય વિમાન પાકિસ્તાનની હવાઇ સીમામાં પ્રવેશ કરતા હતા. ત્યારબાદ દિલ્હી સહિત દક્ષિણ એશિયાના અન્ય દેશો અને પશ્ચિમી દેશો માટે ઉડાણ ભરનાર વિમાન લાંબા રૂટ મારફતે ઉડાણ ભરી રહ્યા હતા. પહેલા લેન્ડ પોઇન્ટને રવિવારના દિવસે ખોલી દેવામાં આવ્યા બાદ વિમાન પાકિસ્તાનના રસ્તે ભારતમાં પહોંચી ગયા હતા.