નવીદિલ્હી : મોનસુની વરસાદમાં વિલંબ થઇ રહ્યો છે. હજુ બે દિવસ બાદ કેરળમાં મોનસુન પહોંચે તેવી શક્યતા છે. બીજી બાજુ ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. કેરળમાં સામાન્યરીતે ૫મી જૂનની આસપાસ દક્ષિણ પશ્ચિમ મોનસુન પહોંચી જાય છે પરંતુ આવતીકાલે મોનસુનની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી. બીજી બાજુ તમિળનાડુ, કર્ણાટકમાં આગામી બેથી ત્રણ દિવસનો સમય મોનસુનમાં લાગી શકે છે. મોનસુનની આગાહી વચ્ચે સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે હાહાકાર મચી ગયો છે. આજે પણ દેશના અનેક ભાગોમાં પારો ૪૫થી ૪૮ની આસપાસ રહ્યો હતો.
ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે રાજસ્થાનમાં આગામી બે દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી સેÂલ્સયસ સુધીનો વધારો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, રાજસ્થાનમાં તાપમાન ૫૦ ડિગ્રી સેÂલ્સયસ સુધી પહોંચી શકે છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સહિતના પૂર્વોત્તર ભારતમાં વરસાદ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. ભીષણ ગરમી અને લૂના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. હાલમાં ઉત્તરપ્રદેશના બાંદામાં પારો ૪૮થી ઉપર પહોંચ્યો હતો જે સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી વધારે છે. દેશમાં ગરમીના કારણે મોતનો આંકડો ૩૭થી પણ ઉપર પહોંચી ચુક્યો છે.
હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સપ્તાહમાં પણ દિલ્હી અને આસપાસના રાજ્યોમાં Âસ્થતિમાં કોઇ સુધાર નહીં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હિટવેવના પરિણામ સ્વરુપે આ વર્ષે તેલંગાણામાં સૌથી વધુ મોત થયા છે. છેલ્લા ૨૪ દિવસના ગાળામાં જ તેલંગાણામાં ગરમી અને લૂના લીધે ૧૮ લોકોના મોત થઇ ચુક્યા છે. આવી જ રીતે આંધ્રપ્રદેશમાં આ સિઝનમાં ત્રણ લોકોના મોત લૂ લાગવાના કારણે થઇ ચુક્યા છે.