લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ પાર્ટી હચમચી ઉઠી છે. કોંગ્રેસ પાર્ટીની હાલત દેશના દરેક રાજ્યમાં ખરાબ થયેલી છે. તેની હારના કારણોમાં તપાસ કરવામાં આવી રહી છે. હવે જાણકાર લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસને વાપસી કરવા માટે કેટલાક મુદ્દા પર ધ્યાન આપવુ પડશે. જેમાં હિન્દુ વિરોધી હોવાની તેની છાપને પણ દુર કરવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટી વિપક્ષની યોગ્ય ભૂમિકા અદા કરતી વેળા પ્રજાના મુદ્દાની સાથે છે તેમ તમામને અનુભવ થાય તે જરૂરી છે. અગાઉની ભુલોથી બોધપાઠ લઇને કોંગ્રેસ પાર્ટીને આ બાબતની ખાતરી કરવી પડશે કે કે તે જે મુદ્દાને ઉઠાવે તે મુદ્દાને લઇને પોતાના એજન્ડાને પણ લોકોની સમક્ષ રજૂ કરે. જેથી પ્રજાને જાણી શકાય કે વર્તન કોનુ કેવુ રહ્યુ છે.
કોંગ્રેસ પાર્ટીને એ બાબત પણ જાવી પડશે કે તે જાતિ અને ધર્મના મુદ્દાને ઉઠાવતી વેળા હિન્દુ વિરોધી તરીકે નજરે ન પડે. કારણ કે વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં તેની હિન્દુ વિરોધી છાપના કારણે જ હાર થઇ હતી. સૌથી વધારે નુકસાન આ મુદ્દાના કારણે પાર્ટીને થયુ હતુ. તેની છાપ શા માટે એક દેશ વિરોધી બની ગઇ છે તે બાબત પર ધ્યાન આપવુ પડશે. કોગ્રેસ પાર્ટી આ તમામ પ્રશ્નોના જવાબ નિષ્પક્ષ ભાવથી શોધશે તો તેને ફાયદો થશે. એક દિશા પણ મળશે. કોંગ્રેસને પોતાના માટે નહીં પ્રજાના મુદ્દા પર લડવાની જરૂર દેખાઇ રહી છે. સરકાર લોકહિતમાં મુદ્દા ઉઠાવે તો તેની પ્રશંસા પણ કરવી પડશે.