બંને ટીમની વચ્ચે કુલ ૮૭ મેચો રમાઇ ચુકી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

સાઉથમ્પટન : ભારત અને આફ્રિકા વચ્ચે રોમાંચક શ્રેણીની શરૂઆત વર્ષ ૧૯૯૧માં થઇ હતી. પ્રથમ મેચ કોલકત્તામાં ૧૦મી નવેમ્બર ૧૯૯૧ના દિવસે રમાઇ હતી. જેમાં ભારતે ત્રણ વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદથી બંને દેશો વચ્ચે ૮૭ મેચો રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૨૯ અને આફ્રિકાની ૩૯ મેચોમાં જીત થઇ છે.

વર્લ્ડ કપમાં ભારતીય ટીમ આ વખતે હોટફેવરીટ ટીમ તરીકે મેદાનમાં ઉતરી છે. જ્યારે આફ્રિકાની ટીમનો દેખાવ ખુબ કંગાળ રહ્યો છે. શરૂઆતની બંને મેચો તે હારી ચુક્યુ છે. આવી સ્થિતીમાં ભારતીય ટીમ આવતીકાલે જીત મેળવી આગળ વધવા માટે તૈયાર છે. ટીમ ઇન્ડિયા આવતીકાલની મેચ માટે પણ ફેવરીટ ટીમ તરીકે છે. તમામ ચાહકોમાં ટીમ ઇન્ડિયા  ફેવરીટ દેખાઇ રહી છે.

Share This Article