નવીદિલ્હી : દેશમાં મોનસુનની રાહ જાવામાં આવી રહી છે. કેરળમાં છઠ્ઠી જૂનના દિવસ સુધી મોનસુનની એન્ટ્રી થવાનો અંદાજ છે અને હજુ સુધી ૯૯ મીલીમીટર વરસાદ થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ છેલ્લા ૬૫ વર્ષના ગાળામાં બીજી વખત આવું બની રહ્યું છે ત્યારે પ્રિ મોનસુન દુકાળની સ્થિતિ સર્જાઈ રહી છે. ૧૯૫૪ બાદ બીજી વખત આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.
૧૯૫૪માં પ્રિ મોનસુનમાં આટલો ઓછો વરસાદ થયો હતો તે વખતે દેશમાં ૯૩.૯ મીલીમીટર વરસાદ થયો હતો. ત્યારબાદ ૨૦૦૯માં માર્ચ, એપ્રિલ અને મેના ગાળા દરમિયાન ૯૯ મીલીમીટર વરસાદ થયો હતો. ત્યારબાદ ૨૦૧૨માં આ આંકડો ૯૦.૫ મિલીમીટર સુધીનો હતો. હવે ૨૦૧૯માં ૯૯ મિલીમીટરનો આંકડો નોંધાયો છે. વરસાદ માટેનો સૌથી ઓછો સરેરાશ મધ્ય મહારાષ્ટ્ર, મહાઠવાલા અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં છે.
કોંકણ-ગોવા, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવી જ સ્થિતિ સર્જાયેલી છે. દરિયાકાંઠાના રાજ્યો કર્ણાટક, તમિળનાડુ તથા પુડ્ડુચેરીમાં પણ આવી જ હાલત થયેલી છે. પ્રિ મોનસુન વરસાદ ઓછો થયો છે. પહાડી રાજ્ય ગણાતા જમ્મુ કાસ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, તેલંગાણા સહિતના રાજ્યમાં પણ ઓછો વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગમાં હવામાન સંબંધિત અધિાકરીઓનું કહેવું છે કે છેલ્લી સદીમાં પશ્ચિમ ભારતમાં પ્રિ મોનસુન વરસાદમાં ખુબ ઝડપથી ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં આ સમસ્યા ગંભીર બની ગઈ છે.