જેમ જેમ ટેકનોલોજી વિકસિત થઇ રહી છે તેમ તેમ અમે તમામ ચીજો ઓનલાઇન ખરીદી કરવાની દિશામાં આગળ વઘી રહ્યા છીએ. ઓનલાઇન શોપિંગની બોલબાલા હવે જાવા મળી રહી છે. પરંતુ આની પણ મર્યાદા છે. જ્યારે ઓનલાઇન શોપિંગ કરવામા ંઆવ્યા બાદ ચીજ અથવા તો પ્રોડક્સ ઘરે પહોંચે છે ત્યારે કેટલીક વખત નિરાશા થાય છે. આ નિરાશા પ્રોડક્સના રંગ, આકાર અને લુકને લઇને થાય છે. જ્યારે આ નિરાશા થાય છે ત્યારે પ્રોડકસને બદલી નાંખવા માટે તમામ પ્રયાસો કરવામા આવે છે. કેટલીક વખત તો આવા પ્રયાસો નિષ્ફળ પણ રહે છે. સાથે સાથે પ્રોડક્સને રિપ્લેસ કરવામાં ભારે મહેનત થાય છે. આ મુશ્કેલમાંથી બહાર નિકળવા માટે પણ હવે કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા બાદ સફળતા મળી છે.
આના માટે હવે ઓગમેન્ટેડ રિયાલિટી કામમાં લઇ શકાય છે. એપ્પલના એઆર કિટ અને ગુગલના એઆર કોર જેવા ડેવલેપર ટુલ્સ મારફતે એપ્સ અસલ અનુભવ કરીને ચીજ ઉપલબ્ધ કરાવે છે. હવે લિવિંગ રૂપમાં એપ્સ મારફતે અલગ અલગ ફર્નિચરને સેટ કરીને જોઇ શકાય છે. ક્યાં ફર્નિચર રૂમમાં વધારે યોગ્ય રહેશે તે બાબત પણ નક્કી કરી શકાય છે. તમે ઇમેજ પર આઉટફિટ્સને જાઇ શકો છો. કેટલીક લોકપ્રિય એઆર એપ્સની વાત કરવામાં આવે તો તેમાં એક એપ્સ તો ઓગમેન્ટેડ રિયાલિટીથી સજ્જ શોપિંગ એપ્સની મદદથી ખુબ ફાયદો થાય છે. આની મદદથી પ્રોડક્સને ખરીદતા પહેલા પૂર્ણ રીતે તેની ચકાસણી કરી શકાય છે. આવી જ રીતે આઇકિયા પ્લેસ ખુબ શાનદાર રીતે કામ કરે છે. આઇકિયા પ્લેસ આપને ઇÂચ્છત જગ્યા પર ફર્નિચરને વર્ચુઅલ ફિટ કરીને જાવાની આપને પુરતી સુવિધા આપે છે. આના કારણે વધારે સારી રીતે કેટલીક બાબતોનો અંદાજ આવી જાય છે.
તે રેલવે પ્લેટફોર્મને પણ ફર્નિચર સાથે ડેકોરેટ કરી શકે છે. તમે આઇઓએસ ડિવાઇસ માટે ખાસ આઇકિયા પ્લેસને પણ ખુબ સારી રીતે કામમાં લઇ શકો છો.આવી જ રીતે વારબાઇ પાર્કરના સૌથી લોકપ્રિય ફિચર તેના હોમટ્રાઇ ઓન છે. જે અસલી સ્ટોર પર પહોંચ્યા વગર પાંચ જાડી ફ્રેમ રજૂ કરી શકે છે. તે ઘરમાં જ તમામચીજા ચેક કરવાની તક આપે છે. ફ્રેમ ચહેરા પર કઇ રીતે નજરેપડે છે તેની સુવિધા આના કારણે મળી શકે છે. વે ફેયર એપમાં આઇઓએસ તેમજ એન્ડ્રોઇડ માટે એક ખાસ એઆર મોડ છે. જેમાં એક વ્યુ ઇન રૂમ થ્રીડી છે. જેમાં ખરીદારો વસ્તુ પર ટેપ કરીને તેને ઘરમાં જાઇ શકે છે. તે માહિતી મેળવી શકે છે તે આ ચીજ ઘરમાં કેવી લાગી રહી છે. જા તમે કોઇ ટાર્ગેટ સ્ટોરમાં પહોંચો છો તો પછી ખરીદારી કર્યા વગર પરત ફરવાની બાબત મુશ્કેલ છે. એ સ્ટોરના એપના આઇઓએસ વર્જન ઉપયોગી છે. જે દર્શાવે છે કે કોઇ આઇટમ ઘરના કોઇ હિસ્સામાં કઇ રીતે દેખાય છે. આવી જ રીતે જીકેટ એપથી સ્ટોર પર ઉપલબ્ધ ફેશન આઉટફિટ્સનેટ્રાય કરી શકાય છે. તમે ચકાસણી કરી શકો છો કે તે કઇ રીતે દેખાશે.
પોતાની ઇમેજ પર વ†ોને સેટ કરીને ટ્રાય કરી શકાય છે. જેથી નિર્ણય લેવામા ંસરળતા રહે છે. આ પ્રકારના ફેશન આઉટફિટ્સ ખરીદવામાં તમને આ રીતે મદદ મળી શકે છે. હાલના સમયમાં ટેકનોલોજી નવી નવી આવી રહી છે. જેથી સરળ રીતે લોકો આગળ વધવા માટેની રીતને અપનાવે છે. આવી જ એક રીત ઓનલાઇન શોપિંગ પણ છે. જેના ખરીદી કરવામાં આવેલી કોઇ પણ ચીજ સીધી રીતે ઘરે પહોચે છે. પરંતુ કેટલીક વખત ઘરે પહોંચેલી ચીજમાં કેટલીક તકલીફ આવી જાય છે. જેમાં રંગ, આકાર અને લુકિંગને લઇને સમસ્યા નડે છે. જેથી નિરાશા હાથ લાગે છે પંરતુ હવે આ સમસ્યાને પણ દુર કરવા માટે ઓગમેન્ટેડ રિયાલિટીથી ખરીદી રોચક અને સરળ થઇ ગઇ છે. લોકપ્રિય ફિચરનો ઉપયોગ જાણકાર લોકો વધારે કરી રહ્યા છે. પરંતુ આગામી દિવસોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ વધારે વધી શકે છે.