વર્જિનિયા : અમેરિકામાં શુટિંગની ઘટનાના કારણે ફરી એકવાર દુનિયાના દેશો હેરાન થઇ ગયા છે. આ વખતે એક સરકારીઓફિસમાં અંધાધુંધ ગોળીબાર કરીને એક શખ્સે ૧૨ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ગોળીબારમાં અન્ય છ લોકો ઘાયલ થયા છે જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ ગોળીબાર અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં એક બીચની નજીક સરકારી ઇમારતમાં કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યુ છે કે ગોળીબાર કરનાર શખ્સ લાંબા સમયથી આ ઓફિસમાં કામ કરી રહ્યો હતો. પોલીસ પ્રમુખ જેમ્સ કેવેરાએ કહ્યુ છે કે ગોળીબાર કરનાર શખ્સને પણ ઠાર કરી દેવામાં આવ્યો છે.
આ ઘટના ત્યાંના સમય મુજબ સાંજે ચાર વાગ્યા થઇ હતી. એ વખતે હુમલાખોર એકાએક ઇમારતમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ એકાએક જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘાયલ થનાર લોકોમાં એક પોલીસ કર્મચારી પણ સામેલ છે. જેની જાન બુલેટપ્રુફ જેકેટ હોવાના બચી ગઇ હતી. પોલીસે કહ્યુ છે કે એકલા બન્દુકધારી દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. વર્ષમાં અમેરિકામાં આ ૧૫૦મી ગોળીબારની ઘટના છે.જારદાર ગોળીબારની ઘટના અમેરિકામાં સતત થતી રહે છે.
વર્જિનિયા અમેરિકામાં થયેલા ગોળીબારના કારણે ભારે ફફડાટ લોકોમાં ફેલાઇ ગયો હતો. અમેરિકાની સાથે સાથે દુનિયાના કેટલાક દેશોમાં હાલના વર્ષોમાં આવી ઘટના બનતી રહી છે. ન્યુઝીલેન્ડમાં પણ આવા બનાવો બનતા રહે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કોઇ માહિતી હજુ સુધી આ ગોળીબારના સંબંધમાં જારી કરવામાં આવી નથી. સાથે સાથે ગોળીબાર કરનાર શખ્સ મામલે પણ કોઇ માહિતી મળી શકી નથી. તેના ઇરાદા અંગે પણ પોલીસે હાલમાં કોઇ માહિતી પુરી પાડી નથી.